schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ગુજરાતના બે મંત્રી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાને હાલમાં મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. બન્ને મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અને પાર્ટી તરફથી “જન આશિર્વાદ યાત્રા”નું આયોજન કરવામાં આવેલ છે. બન્ને નેતાઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેલી અને સભા સાથે યાત્રા આગળ વધારી રહ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર લોકોએ ‘જન આશિર્વાદ યાત્રા’ (“Jan Ashirwad Yatra”) અંગે કટાક્ષ કરતી પોસ્ટ પણ મુકવામાં આવેલ છે.
ફેસબુક પર આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી સમર્થકોના ગ્રુપ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલ રેલીની તસ્વીર શેર કરતા કટાક્ષ કરવામાં આવ્યો છે, “કોરોનાની ત્રીજી લહેર મોડ઼ી પડતા સંવેદનશીલ સરકાર દ્વારા ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે”. વાયરલ તસ્વીરમાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થયેલ જોવા મળે છે, જેમાં ઘણા લોકો માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વિના ફરી રહ્યા હતા.
ફેસબુક પર “જન આશિર્વાદ યાત્રા” સમયે એકઠી થયેલ ભીડ હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અને વાયરલ તસ્વીર જોવા મળે છે. અહેવાલ મુજબ અમદાવાદ સહિતનાં શહેરોમાં 14 ઓગષ્ટે ભાજપના યુવા કાર્યકરો દ્વારા 75મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.
ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી અંગે સોશ્યલ મીડિયા પર સર્ચ કરતા અમદાવાદ શહેર યુવા સંગઠનના પ્રેસિડેન્ટ Michael Dabhi અને jayesh Patel દ્વારા ફેસબુક અને ટ્વીટર પર મશાલ રેલીના આયોજન અંગે માહિતી આપતી પોસ્ટ સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ પોસ્ટ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે.
જયારે, મંત્રી મનસુખ માંડવીયા દ્વારા “જન આશિર્વાદ યાત્રા” ( “Jan Ashirwad Yatra” ) શરૂ થતા પહેલા એક ટ્વીટ કરવામાં આવેલ છે, જ્યાં તેઓએ તમામ કાર્યકર્તા અને લોકોને રેલીમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં “જન આશિર્વાદ યાત્રા” શરૂ થતા સાથે વિપક્ષ તરફથી સોશ્યલ મીડિયા પર અનેક કટાક્ષ કરતી પોસ્ટ મુકવામાં આવેલ છે, જેમાં આ યાત્રા દ્વારા કોરોનાની ત્રીજી લહેરને સરકાર આમંત્રણ આપી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ ખાતે મનસુખ માંડવીયા દ્વારા આપવામાં આવેલ ભાષણ દરમિયાન તેઓ કહે છે કે, ‘રાજકોટની જનતાએ “જન આશિર્વાદ યાત્રા” સમયે કોરોના પ્રોટોકોલનું પાલન કર્યું છે, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે’ આ ભાષણનો વિડિઓ ટ્વીટર પર BJP ઓફિશ્યલ ગ્રુપ પર શેર કરવામાં આવેલ છે.
મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રાજકોટ ખાતે કહેવામાં આવેલ કોરોના પ્રોટોકોલ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થયું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા “જન આશીર્વાદ યાત્રા” ( “Jan Ashirwad Yatra” ) સમયે રેકોર્ડ કરવામાં આવેલ કેટલાક દર્શ્યો ન્યુઝ બુલેટિન પર જોવા મળે છે. જેમાં જોઈ શકાય છે કે અહીંયા કોઈપણ કોરોના પ્રોટોકોલ કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવેલ નથી.
ભાજપના અન્ય મંત્રીઓ અને નેતાઓ દ્વારા પણ અલગ-અલગ જગ્યાએ યોજાયેલ “જન આશિર્વાદ યાત્રા”ની તસ્વીરો અને વિડિઓ શેર કરવામાં આવેલ છે, અહીંયા એક પણ રેલીમાં કોરોના પ્રોટોકોલ અને સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન થયેલ જોવા મળતું નથી.
ભાજપ તરફથી કેબિનેટ મિનિસ્ટર અને અન્ય નેતાઓ સાથે “જન આશિર્વાદ યાત્રા” શરૂ કરવામાં આવેલ છે, જે અંગે વિપક્ષ તરફથી જૂની રેલીની તસ્વીર હાલના આયોજન સમયે કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ઉપરાંત મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પણ પોતાની રેલીમાં રાજકોટ ખાતે કોરોના પ્રોટોકોલ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થયું હોવાનો દાવો કરવામાં આવેલ છે, પરંતુ રેલી દરમિયાનના દર્શ્યો જોતા સાબિત થાય છે કે અહીંયા કોઈપણ સોશ્યલ ડિસ્ટન્સ અને કોવીડ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી.
ABP News
zeenews,
divyabhaskar
Mansukh Mandaviya
BJP Gujarat
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 11, 2025
Dipalkumar
February 8, 2025
Dipalkumar
February 4, 2025
|