schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતની ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું હતું, કાઠમંડુના એક નાઈટક્લબમાં પાર્ટી કરતા રાહુલ ગાંધીનો વિડિઓ અંગે અનેક અટકળો અને ભ્રામક દાવાઓ વાયરલ થવા લાગ્યા હતા. જયારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા તેમજ અન્ય તથ્યો સામે આવતા જાણવા મળ્યું કે રાહુલ ગાંધી નેપાળમાં પોતાની મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. આ તમામ ઘટના ક્રમમાં અન્ય એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કાઠમંડુમાં આયોજિત લગ્નમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા.
ફેસબુક પર “યે દેખો યે દેખો..જલવા હૈ #RahulGandhi, ઓલા જ્યોતિરાદિત્ય ભાઈ નુ મોઢુ પણ જોવો. લાઈવ ફુટેજ હોટલ હયાત. નેપાલ.” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસ્વીરમાં રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા કેટલાક નેપાળી લોકો સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને વડાપ્રધાન મોદીના યુરોપ પ્રવાસ મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ
રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 15 ઓક્ટોબર 2011ના રોજ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર “ભૂટાનના થિમ્પુના ચાંગ લાઈમ થાંગ સ્ટેડિયમમાં રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને રાણી જેત્સુન પેમાના લગ્નના રિસેપ્શનમાં કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી અને રાજ્યમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા.” આ પ્રસંગે ભૂટાનના ભૂતપૂર્વ રાજા જિગ્મે દોરજી વાંગચુક અને તેના પરિવાર સાથે આ તસ્વીર લેવામાં આવેલ છે.
આ ઉપરાંત, અમને 15 ઓક્ટોબર 2011ના રોજ Alamy વેબસાઈટ પર અપલોડ કરવામાં સમાન તસ્વીર જોઈ શકાય છે. તસ્વીર સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભૂટાનના રાજાના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર 2011માં ભારતમાં UPA સરકાર સત્તામાં હતી અને જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રમાં મંત્રી હતા. સિંધિયા માર્ચ 2020માં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. વધુમાં, જ્યોતિરાદિત્ય સિંધિયાએ 4 મેં 22ના રોજ તેમના ટ્વિટર હેન્ડલ પરથી કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપતાં એક તસવીર અપલોડ કરી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ રાહુલ ગાંધી સાથે કાઠમંડુ ગયા નથી.
રાહુલ ગાંધીની નેપાળ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. ઓક્ટોબર 2011ના રોજ ભૂટાનના રાજા જિગ્મે દોરજી વાંગચુકના પુત્રના લગ્ન સમયે આ તસ્વીર લેવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
Our Source
HT Report Scindia meets Canadian counterpart, discusses open skies policy (May 4, 2022)
Tweet by Minister Jyotiraditya Scindia ( May 3, 2022)
Alamy website Photo added by Reuters photographer, Adrees Latif ( October 15, 2011)
HT Report Royal guests at royal wedding ( October 15, 2011)
Profile of Reuters Journalist, Adrees Latif
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
November 21, 2023
Kushel HM
November 6, 2023
Prathmesh Khunt
October 12, 2023
|