schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks done
FOLLOW USCoronavirus
રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે.
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો પાલન કરવા માટે સરકાર અપીલ કરી રહી છે, શહેરમાં અનેક જગ્યા પર માસ્ક ડ્રાઈવ પણ કરવામાં આવેલ છે. હાલમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ અંગે અનેક ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ છે. જેના પર newschecker દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવેલ છે. આવી જ એક વાયરલ પોસ્ટ જેમાં દિલ્હી CM Kejriwal, મનીષ સીસોદીયા તેમજ એક અન્ય નેતા શાળામાં વિદ્યાર્થીને માસ્ક પહેરાવી રહ્યા છે.
વાયરલ પોસ્ટ ફેસબુક અને ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે, કેજરીવાલ અને મનીષ સીસોદીયા માસ્ક પહેર્યા વગર માસ્ક પહેરવા માટે લોકોને સલાહ આપી રહ્યા છે. ફેસબુક પર Bharat Vikas – ભારત વિકાસ નામના એકાઉન્ટ પરથી “માસ્ક પહેર્યા વિનાના 3 મહામૂર્ખ એક બાળકને માસ્ક પહેરાવી રહ્યા છે” અને ટ્વીટર પર “इस बच्चे के अलावा बाकी तीनों लोग अमरत्व प्राप्त किए हुए लोग हैं” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
CM Kejriwal અને મનીષ સીસોદીયાની માસ્ક વગરની વાયરલ થયેલ તસ્વીર પર તપાસ શરૂ કરતા ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા indiatvnews, indiatoday અને ndtv દ્વારા નવેમ્બર 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, નવી દિલ્હી: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દિવાળી પછી વધતા હવાના પ્રદૂષણના સ્તરને લીધે દિલ્હી અને નજીકના વિસ્તારોમાં જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. પર્યાવરણ પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) ઓથોરિટીએ 5 નવેમ્બર સુધી બાંધકામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ દિલ્હીના CM Kejriwal શાળાના બાળકોને માસ્ક વિતરણ કરતી વખતે શહેરને “ગેસ ચેમ્બર” તરીકે વર્ણવ્યું હતું.
જયારે આ અંગે વધુ માહિતી માટે ટ્વીટર પર AamAadmiParty ના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 1 નવેમ્બર 2019ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં દિલ્હીમાં વધી રહેલ પ્રદુષણ અંગે ચિંતા વ્યક્ત કરતા CM Kejriwal દ્વારા શાળાઓ માં વાયુ પ્રદુષણથી બચવા માટે માસ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
CM Kejriwal માસ્ક પહેર્યા વગર શાળામાં વિદ્યાર્થીને માસ્ક વિતરણ કરી રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. 2019માં દિલ્હીમાં વધી ગયેલા વાયુ પ્રદુષણના કારણે CM કેજરીવાલ દ્વારા શાળામાં માસ્ક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ફેસબુક અને ટ્વીટર પર કોરોના સંદર્ભે જૂની તસ્વીરેને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
AamAadmiParty
indiatvnews,
indiatoday
ndtv
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023
|