schema:text
| - Fact Check: કોંગ્રેસ MLAએ પત્ની સાથે મિલાવ્યો હતો હાથ, વીડિયો ભ્રામક દાવાની સાથે ફરી વાયરલ
વાયરલ વિડિયોમાં ઓડિશાના ધારાસભ્ય તારાપ્રસાદ બહિનીપતિ તેમના પત્ની મીનાક્ષી બહિનીપતિને માળા પહેરાવીને હાથ મિલાવી રહ્યા હતા. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- By: Pallavi Mishra
- Published: Nov 7, 2023 at 11:05 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એકવાર ફરી આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં માળા પહેરેલ એક વ્યક્તિને તેની પાસે ઉભેલી એક મહિલાને માળા પહેરાવ્યા બાદ તેની સાથે જબરદસ્તીથી હાથ મિલાવતા જોઈ શકાય છે. 32 સેકન્ડના વીડિયોને શેર કરીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે કે આ એક કોંગ્રેસી નેતા છે, જેમણે આ મહિલાનું અપમાન કર્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બહિનીપતિ છે અને તેમની બાજુમાં તેમના પત્ની મીનાક્ષી બહિનીપતિ ઉભા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર અતુલ પરાશર (આર્કાઇવ લિંક)એ 3 નવેમ્બરના રોજ આ વીડિયોને પોસ્ટ કરીને લખ્યું કે Senior Congress leader welcoming the woman as Congress member with full respect (વરિષ્ઠ કોંગ્રેસ નેતા ખૂબ જ સન્માનની સાથે મહિલાનું કોંગ્રેસના સભ્ય તરીકે સ્વાગત કરી રહ્યા છે)
તપાસ
વાયરલ પોસ્ટ એકવાર પહેલા પણ ખોટા દાવાની સાથે વાયરલ થઈ ચૂકી છે. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તે સમયે તપાસ માટે અમે વીડિયોમાં પાછળ લાગેલા બેનર પરની ભાષાને ધ્યાનથી જોઈ, તો જાણવા મળ્યું હતું કે આ આડિશાની ભાષા છે. કીવર્ડથી ગૂગલ પર ઓપન સર્ચ કરતા અમને આ વીડિયો ન્યૂઝ 18 ઓડિશાની યુટ્યૂબ ચેનલ પર 29 ડિસેમ્બર 2022ના રોજ અપલોડ થયેલો મળ્યો. તેનું ટાઈટલ હતું, ମଞ୍ଚ ଉପରୁ Flying Kiss କରିଚାଲିଲେ Taraprasad Bahini Pati | Politician | Viral Video | Odia News। જેનું અનુવાદ થાય છે, ‘તારાપ્રસાદ બહિનીપતિએ સ્ટેજ પરથી મહિલાને ફ્લાઈંગ કિસ આપી.’
અમને આનાથી સંબંધિત સમાચાર લેટેસ્ટલી વેબસાઇટ પર પણ 9 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત મળ્યા. સમાચાર અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બહિનીપતિ એક કાર્યક્રમ દરમિયાન તેમના પત્ની મીનાક્ષી બહિનીપતિને ફ્લાઈંગ કિસ કરતા કેમેરામાં કેદ થયા છે. તારાપ્રસાદ ઓડિશાની જયપોર વિધાનસભાના ધારાસભ્ય છે.
અમને આ વાયરલ વીડિયો તારાપ્રસાદના સત્તાવાર ફેસબુક પેજ પર પણ જોવા મળ્યો. આમાં અમને કાર્યક્રમના બે બીજા વીડિયો જોવા મળ્યા. આમાં તેમના પત્ની તેમની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
આ મામલે વધુ પુષ્ટિ માટે અમે કોંગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘મારી બાજુમાં મારી પત્ની ઉભેલી છે’
અમે વીડિયો શેર કરનાર ફેસબુક યુઝર ‘અતુલ પરાશર’ની પ્રોફાઈલ સ્કેન કરી છે. આ મુજબ તે દેહરાદૂનમાં રહે છે અને ફેસબુક પર તેના 6 હજારથી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વાયરલ વિડિયોમાં ઓડિશાના ધારાસભ્ય તારાપ્રસાદ બહિનીપતિ તેમના પત્ની મીનાક્ષી બહિનીપતિને માળા પહેરાવીને હાથ મિલાવી રહ્યા હતા. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : Senior Congress leader welcoming the woman as Congress member with no respect
- Claimed By : ફેસબુક યુઝર અતુલ પરાશર
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
|