About: http://data.cimple.eu/claim-review/3b08fd64a04f23307c49a16dd59842521180b8d48943a69195c08369     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: બિગ બોસ 16ના વિજેતા અને રેપર એમસી સ્ટૈનના કાર અકસ્માતમાં મોતની અફવા વાયરલ - By: Jyoti Kumari - Published: Apr 20, 2023 at 05:13 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બિગ બોસ 16 વિનર અને પ્રખ્યાત રેપર એમસી સ્ટૈનને લઈને એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ રેપર સ્ટૈન સાથે સંબંધિત એક પોસ્ટ શેર કરીને દાવો કરી રહ્યા છે કે એમસી સ્ટૈનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. એમસી સ્ટૈનની કાર અકસ્માતવાળી પોસ્ટ અફવા છે. આમાં કોઈ સત્ય નથી. એમસી સ્ટૈનનો કોઈ અકસ્માત થયો નથી. શું છે વાયરલ પોસ્ટ? ફેસબુક યુઝર આરએસ રાહુલે 11 એપ્રિલે એક પોસ્ટ શેર કરી હતી. આમાં વીડિયોની સાથે એમસી સ્ટૈનનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. તેના પર લખ્યું છે કે, ”OMG ! Big News Rapper Mc Stan | Mc Stan Letest News | Mc Stan Death” વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે એમસી સ્ટૈનનું કાર અકસ્માતમાં મોત થયું છે. સોશિયલ મીડિયા પર અન્ય ઘણા યુઝર્સ સામાન દાવાની સાથે એમસી સ્ટૈન સાથે સંબંધિત ફેક પોસ્ટને શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે. તપાસ વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે પહેલા કીવર્ડ્સથી Google પર સર્ચ કર્યું, પરંતુ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ સમાચાર નથી મળ્યા. એમસી સ્ટૈન એક પ્રખ્યાત રેપર છે, જો તેની સાથે આવી કોઈ ઘટના ઘટી હોત તો તે ચોક્કસપણે મીડિયાની હેડલાઈન્સમાં આવી હોત. સર્ચ દરમિયાન અમને એમસી સ્ટૈનના તાજેતરના કેટલાક સમાચાર મળ્યા, જેમાં કહેવામાં આવ્યું છે કે એમસી સ્ટૈન તાજેતરમાં બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં સામેલ થયો હતો. 17 એપ્રિલ, 2023ના રોજ દૈનિક જાગરણ પર પ્રકાશિત સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, એમસી સ્ટૈને બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. ઈફ્તાર પાર્ટીમાં એમસી સ્ટેન બ્લેક કલરના કુર્તામાં જોવા મળ્યો હતો. સ્ટૈનનો લુક સંપૂર્ણપણે ટ્રેડિશનલ હતો. તેણે પહેરેલા કાળા ચપ્પલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લોકોની નજર સ્ટૈનના પગ પર જતાં જ તેમણે રેપરને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું હતું. આ સમાચારને અહીં વાંચો. અમને વિરલ ભાયાણીના વેરિફાઈડ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 16 એપ્રિલ 2023ના રોજ બાબા સિદ્દીકીની ઇફ્તાર પાર્ટીમાં પહોંચેલા એમસી સ્ટૈનનો વીડિયો મળ્યો. અમે એમસી સ્ટૈનના સોશિયલ મીડિયા હેન્ડલને પણ ચેક કર્યું. સ્ટૈનના ફેસબુક એકાઉન્ટ પર 6 એપ્રિલ 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી છે. એમસી સ્ટેને આજે 17 એપ્રિલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે પોસ્ટ શેર કરી છે. જેમાં તે ફેરપ્લેને પ્રમોટ કરી રહ્યો છે, બીજી પોસ્ટમાં એક તસવીર છે. કેટલાક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ફેરપ્લેએ એમસી સ્ટૈનને તેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. અમારી અત્યાર સુધીની તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે રેપર એમસી સ્ટૈનના મૃત્યુને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વધુ માહિતી માટે અમે દૈનિક જાગરણ માટે એન્ટરટેનમેન્ટ કવર કરતા મુખ્ય પત્રકાર (Principal Correspondent) સ્મિતા શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. તપાસના અંતે અમે ખોટા દાવાને શેર કરનાર યુઝર ‘આરએસ રાહુલ’ના એકાઉન્ટનું સ્કેનિંગ કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર કોલકાતાનો રહેવાસી છે. ફેસબુક પર યુઝરને 375 લોકો ફોલો કરે છે. ફેસબુક પર યુઝરના 2 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે. નિષ્કર્ષ: રેપર એમસી સ્ટૈનને લઈને કરવામાં આવી રહેલો દાવો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ખોટો સાબિત થયો. સ્ટૈનનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની વાયરલ પોસ્ટ અફવા છે. - Claim Review : એમસી સ્ટેનનું કાર અકસ્માતમાં નિધન થયું છે. - Claimed By : Řš Řâhùł - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software