schema:text
| - Fact Check
હિમાચલ, ધર્મશાલા ખાતે ભૂસ્ખલન થયું હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
(Japan landslide video shared as Dharamshala)
કોરોના સંકટ વચ્ચે દેશભરના લોકો આ દિવસોમાં પહાડી વિસ્તારોમાં ફરવા જઇ રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. સોમવારે હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધર્મશાળાના ભાગુ નાગમાં અચાનક વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી.
પૂરને કારણે ઘણા મકાનોમાં પાણી ઘુસી ગયું હતું અને પૂરનાં પાણીમાં ઘણાં વાહનો ધોવાઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં 19 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વાયરલ થયેલા વીડિયોમાં ભૂસ્ખલનના કારણે ઘરો પાણીમાં વહી રહ્યા છે. આ વીડિયોને શેર કરતાં કહેવામાં આવી રહ્યું છે કે, “હિમાચલ પ્રદેશના ધર્મશાળામા આભ ફાટ્યું, નદીઓએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ, કાર તણાવા લાગી તો કેટલીક ઈમારતો થઈ ધરાશાયી”
ફેસબુક પર ગુજરાતી ન્યુઝ ગ્રુપ કહે ગુજરાત, Sanj Samachar, Rajkot updates news તેમજ અન્ય યુઝર્સ દ્વારા આ વિડિઓ હિમાચલ ધર્મશાલા હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
લેન્ડસ્લાઇડના નામે વાયરલ થતા વિડિઓના કીફ્રેમ્સ ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા CNN અને TheSun દ્વારા 4 જુલાઈ 2021 ના રોજ પ્રકાશિત અહેવાલો જોવા મળે છે. આ બંને અહેવાલો અનુસાર આ વીડિયો જાપાનનો છે, 3 જુલાઈ 2021 ના રોજ જાપાનના અટામીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં ઘણા વાહનો અને મકાનો ધોવાઈ ગયા હતા.
યુટ્યુબ પર આ ઘટના અંગે સર્ચ કરતા 5 જુલાઈ 2021 ના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સ અને અલ જાઝિરા ઓફિશ્યલ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા વિડિઓ જોવા મળે છે. બંને વીડિયોમાં આપવામાં આવેલી માહિતી મુજબ જાપાનના અટામીમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં 20 લોકો ગુમ થયાના અહેવાલ છે અને 3 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉપરાંત, 3 જુલાઈ 2021ના રોજ 10 ન્યૂઝ ફર્સ્ટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા વાયરલ થયેલા વીડિયોને ટ્વીટ કરતા જણાવવામાં આવ્યું કે જાપાનના અટામીમાં ભૂસ્ખલનને કારણે 19 લોકો ગુમ થયા છે. બચાવ કાર્યકરો હાલમાં ગુમ થયેલ લોકોની શોધ કરી રહ્યા છે.
જયારે, ધર્મશાલા ખાતે આવેલ ભૂસ્ખલનને કારણે પણ નુકશાની જોવા મળી છે, જેમાં 10થી વધુ લોકો ગમ થયેલ છે. તેમજ પ્રવાસીઓ ને હાલ અહીંયા મુલાકાત કરવા પર મનાઈ કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી hindustantimes અને financialexpress પર જોઈ શકાય છે.
Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ ભૂસ્ખલનના વિડિઓ ને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. જાપાનમાં થયેલ લેન્ડસ્લાઇડના વિડિઓ ને ધર્મશાલા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
10 ન્યૂઝ
હિન્દુસ્તાન ટાઇમ્સ
અલ જાઝિરા
CNN
TheSun
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|