schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
રામાયણ મુજબ રાવણે ઋષિનો વેશ ધારણ કરીને કપટથી માતા સીતાનું અપહરણ કર્યું હતું. તે પછી રાવણે તેને તેના રાજ્ય લંકામાં અશોકવાટિકામાં માતા સીતાને કેદ કરી દીધા હતા, જ્યાં સીતા એક વૃક્ષની નીચે એક પથ્થર પર બેસતા હતા. હવે જયારે અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પ્રાચીન વારસો પાછો લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, તો આ ક્રમમાં અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે શિલાને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે.
વાયરલ વીડિયોમાં કેટલાક લોકો પ્રતિમા જેવું કંઈક લઈને શ્રીલંકા એરલાઈન્સમાંથી ઉતરતા જોવા મળે છે, અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ અન્ય નેતાઓ પણ તેમનું સ્વાગત કરવા હાજર જોવા મળે છે. ફેસબુક પર “ અશોકવાટિકામાં માતા સીતા બિરાજમાન હતા તે શિલા આજે શ્રીલંકન એર લાઇન્સ દ્વારા અયોધ્યા પહોંચી જય જય સીયારામ” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પથ્થર અયોધ્યા લાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા economictimes દ્વારા 19 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ જે વીડિયો વાયરલ થયો છે તે અયોધ્યા નહીં પરંતુ ઉત્તરપ્રદેશના કુશીનગરનો છે. જ્યાં શ્રીલંકાથી પવિત્ર બુદ્ધના અવશેષના આગમન પર CM યોગી આદિત્યનાથ, જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ અન્ય ભાજપ નેતાઓ દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રીલંકાથી ભગવાન બૌદ્ધના અવશેષ લાવવા પર ગુગલ સર્ચ કરતા Kiren Rijiju અને JM_Scindia દ્વારા ઓક્ટોબર 20ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે અશ્વિન પૂર્ણિમા અને અભિધમ્મા દિવસ નિમિત્તે શ્રીલંકાથી પવિત્ર બુદ્ધ અવશેષના આગમન પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
વધુ તપાસ કરતા TV9 ભારતવર્ષ દ્વારા પ્રકાશિત કરવમાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 ઓક્ટોબરે કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અંદાજિત 260 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે, કોલંબોથી શ્રીલંકાની ફ્લાઇટ કુશીનગર એરપોર્ટ પર ઉતરનાર પ્રથમ ફ્લાઇટ હતી. જેમાં 100થી વધુ બૌદ્ધ સાધુઓ અને મહાનુભાવોના દ્વારા ભગવાન બુદ્ધના અવશેષો પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.
અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે અયોધ્યા લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ઉત્તરપ્રદેશના કુશીનગર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન સમયે શ્રીલંકાથી ભગવાન બુદ્ધના અવશેષો પ્રદર્શન માટે લાવવામાં આવ્યા હતા.
tv9hindi (https://www.tv9hindi.com/india/pm-modi-will-inaugurate-kushinagar-airport-on-wednesday-also-includes-foundation-stone-for-many-development-projects-879146.html)
economictimes ( https://economictimes.indiatimes.com/news/india/pm-visit-to-kushinagar-buddha-relics-from-sri-lanka-to-be-accorded-state-guest-like-status/articleshow/87133042.cms?from=mdr )
Twitter JM_Scindia https://twitter.com/JM_Scindia/stat /1450746486728249349
Twitter Kiren Rijiju https://twitter.com/KirenRijiju/status/1450732125821366273
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
June 16, 2021
Prathmesh Khunt
July 20, 2021
Prathmesh Khunt
May 2, 2022
|