schema:text
| - Fact Check
‘એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે’ ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે, વિડીઓમાં એક નવજાત બાળક તેની માતાને ગળે વળગીને રડતા જોઈ શકાય છે. જયારે કેટલાક યુઝર્સ દ્વારા આ વિડિઓ પરથી લેવામાં આવેલ તસ્વીર સાથે અન્ય એક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જેમાં માતા અને બાળક વચ્ચેના આ સંવેદનશીલ દ્રશ્ય જોઈ ડોક્ટર પણ ભાવુક થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વાયરલ થયેલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, આ મહિલા 11 વર્ષ પછી માતા બની પરંતુ નવજાત બાળકના જન્મ સમયે ભયંકર બીમારી થતા મૃત્યુ પામે છે. આ સમયે જન્મેલું બાળકે તેની માતાને ગળે વળગી રડતા જોઈ શકાય છે, આ ભાવુક દ્રશ્યો જોઈને ડોક્ટર પણ રડવા લાગે છે.
ફેસબુક અને વોટ્સએપ પર કરવામાં આવેલ દાવો
એક સ્ત્રીને ૧૧ વર્ષ રાહ જોયા પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે .. પોતે ગંભીર રોગથી પીડિત હતી . બાળકને જન્મ આપતા સમયે તેના જીવનું જોખમ ઉભું થાય છે . ઓપરેશન દરમ્યાન ૭ કલાક સુધી ડોક્ટર પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે . અંતે સમય એવો આવે છે કે માતા અથવા તો બાળક એક જ બચી શકે તેમ છે . છેવટે ડોક્ટર માતાને પૂછીને તેનો નિર્ણય અમલ કરવાનું નક્કી કરે છે . માતા પોતાના જીવનના ભોગે પણ બાળકને બચાવવાનું કહે છે . બાળકના જન્મ પછી માતા બાળકને છેલ્લી વખત ચુંબન અને આલિંગન કરે છે . સ્મિત કરે છે પછી હંમેશાને માટે પોતાની આંખો બંધ કરી દે છે . બાળક રડી રહ્યું છે . ડોક્ટરની આંખોમાં પણ આંસુ છે . એક જનેતા પોતાના સંતાનને બચાવવા માટે જીવનનો પણ ત્યાગ કરી શકે છે .. માતાનો પ્રેમ , ત્યાગ બેજોડ છે ..
crowdtangle ડેટા મુજબ વાયરલ દાવા સાથે ભ્રામક પોસ્ટ ફેસબુક પર હિન્દી,અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં 12 હજારથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે. જયારે newschecker વોટ્સએપ હેલ્પલાઇન નંબર પર પણ યુઝર્સ દ્વારા ભ્રામક દાવા અંગે ફેકટચેક માટે મેસેજ મોકલવામાં આવેલ છે.
Fact Check / Verification
નવજાત બાળક પોતાની માતાને વળગીને રડી રહ્યું છે અને ડોકટરો પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થયા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલીક વેબસાઈટ દ્વારા પણ આ ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. આ સાથે વાયરલ થયેલ બાળક અને તેની માતાની તસ્વીર પણ જોવા મળે છે, જેમાં ધ્યાન પૂર્વક નજર કરતા “Merve Tiritoğlu Şengünler Photography” લખાયેલ જોવા મળે છે.
Merve Tiritoğlu Şengünler એક ટર્કિશ ફોટોગ્રાફર છે, જે આ પ્રકારે મેટરનિટી ફોટો શૂટ કરે છે. Merveના ફેસબુક ઓફિશ્યલ એકાઉન્ટ પર ડિસેમ્બર 2015ના આ તસ્વીર શેર કરવામાં આવી હતી. “En güzel kavuşma” (સૌથી સુંદર પુનઃમિલન) ટાઇટલ સાથે વાયરલ થયેલ માતા અને નવજાત બાળકની તસ્વીર અહીંયા જોઈ શકાય છે.
આ પણ વાંચો :- CM કેજરીવાલ અને ભગવંત માન પંજબમાં દારૂની દુકાનની બહાર બેઠા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
જયારે, વાયરલ ભ્રામક પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ અન્ય તસ્વીર જેમાં ડોકટર પણ રડવા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ozgemetin photography પર સપ્ટેમ્બર 2017માં પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ વ્યક્તિ ડોક્ટર નહીં પરંતુ એક પિતા બન્યો છે, જેની ખુશીમાં તે ભાવુક થયેલ જોવા મળે છે. ozgemetin પણ એક ટર્કિશ ફોટોગ્રાફર છે, જે આ પ્રકારે મેટરનિટી ફોટો શૂટ કરે છે. તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર અન્ય તસ્વીરો પણ જોઈ શકાય છે.
જયારે વધુ એક વાયરલ વિડિઓ જેમાં બાળક તેની માતાને વળગીને રડી રહ્યું છે, જે અંગે mirror.co.uk દ્વારા 2017માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. ઉપરાંત, યુટ્યુબ પર Caters Clips દ્વારા 2017માં આ વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવેલ છે. જે મુજબ આ વિડિઓ બ્રાઝીલના Santa Monica hospitalમાં લેવામાં આવેલ છે.
Conclusion
એક સ્ત્રીને ૧૧ વર્ષ રાહ જોયા પછી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને નવજાત બાળકના જન્મ સમયે તેનું મૃત્યુ થાય છે. જેવા દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ અને તસ્વીરો તદ્દન ભ્રામક છે. વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ બન્ને તસ્વીર અલગ-અલગ જગ્યા અને સમયની છે, તેમજ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો સંપૂર્ણ અસત્ય છે.
Result :- False
Our Source
Merve Tiritoğlu Şengünler Photography
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|