schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાને ગોળી મારી હત્યાં કરી
Fact : મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. પરંતુ, તેઓને AIIMS ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાલ તેઓ જીવિત છે.
દિલ્હીની સાકેત કોર્ટમાં 21 એપ્રિલના એક વકીલે એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. આ ક્રમમાં ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે, કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાને ગોળી મારી હત્યાં કરી”
આ પણ વાંચો : શું ખરેખર પર્વતારોહક બલજીત કૌરનું નિધન થયું છે? જાણો ભ્રામક દાવાનું સત્ય
દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાની ગોળી મારી હત્યાં કરી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક મીડિયા રિપોર્ટ જોવા મળે છે. જે અનુસાર, મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. મહિલાને તાત્કાલિક AIIMSમાં દાખલ કરવામાં આવી છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે મહિલા નાણાકીય વિવાદ સાથે સંબંધિત એક મામલાની સુનાવણી માટે કોર્ટમાં ગઈ હતી.
આ મામલે ANI દ્વારા 21 એપ્રિલના પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોઈ શકાય છે. ડીસીપી ચંદન ચૌધરીના જણાવ્યા અનુસાર મહિલાએ તે વ્યક્તિ (શૂટર) પાસેથી ડબલ કરવાના વાયદા પર પૈસા લીધા હતા, તે બંને આ મામલે કોર્ટમાં પહોંચ્યા હતા. મહિલા વિરુદ્ધ છેતરપિંડીના અન્ય કેટલાક કેસ પણ નોંધાયેલા છે. આ વ્યક્તિ લાંબા સમયથી અહીં વકીલ હતો અને ઘટના સમયે તે તેના યુનિફોર્મમાં હતો.
જયારે, aninews દ્વારા 23 એપ્રિલના પીડિત મહિલાનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે “મારી સામે IPC એક્ટની કલમ 138નો કેસ ચાલી રહ્યો હતો. મારી પાસે પુરાવા હતા. કામેશ્વરે (શૂટર) મને રોક્યો અને કોર્ટમાં ગોળીબાર શરૂ કર્યો. તેણે અગાઉ પણ અનેક વખત જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ડીસીપી કે એસએચઓએ દ્વારા મારી ફરિયાદો પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઘટના બાદ મને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. થોડા કલાકો પછી પોલીસ અધિકારીઓ મને સાકેત લઈ ગયા અને મને પૂછ્યું કે આ ઘટના કેવી રીતે બનેલ છે.”
દિલ્લીની કોર્ટમા વકીલે મહિલાની ગોળી મારી હત્યાં કરી હોવાનો દાવો ભ્રામક છે. મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. પરંતુ, તેઓને AIIMS ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સોશ્યલ મીડિયા પર મહિલાની હત્યા થઈ હોવાની ભ્રામક માહિતી શેર કરવામાં આવેલ છે.
Our Source
Media Reports Of divyabhaskar, on 22 APR 2023
Media Reports Of navbharattimes, on 22 APR 2023
Tweet Of ANI, on 21 APR 2023
Media Report Of ANI, on 23 APR 2023
YouTube Video Of NDTV, on 23 APR 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|