schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ચોરી અને લૂંટની ઘટના અંગે અવાર-નવાર સમાચારો સાંભળવા મળે છે, આવી જ એક ઘટનાનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. વાયરલ વિડીઓમાં કેટલાક લોકો (bank robbery) બેંકમાં ચોરી કરવાના ઈરાદાથી બંદૂક સાથે અંદર આવે છે, પિસ્તોલ બતાવી લોકો અને બેન્ક કર્મચારીઓને ડરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ફેસબુક પર “અહમદનગર પોલીસે લૂંટારુઓની સિંઘમ સ્ટાઈલથી ધરપકડ કરી” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં પોલીસકર્મીઓ દ્વારા આ લૂંટારાઓ પકડી પડવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. જયારે સોશ્યલ મીડિયા પર આ ઘટના અહેમદનગર ખાતે (bank robbery) બેંકમાં લૂંટ કરવા આવેલા લૂંટારુને પોલીસે પકડી પાડ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે.
અહેમદનગર ખાતે (bank robbery) બેંકમાં લૂંટ કરવા આવેલ કેટલાક ઈસમો ઝડપાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં યુટ્યુબ પર Mumbai Tak ચેનલ પર 2 સપ્ટેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે, વિડીઓમાં બેંકમાં ચોરી કરવા આવેલ 3 આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
ન્યુઝ સંસ્થાન Maharashtra Times દ્વારા પણ ઘટના સંબધિત વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે, વિડિઓ સાથે આપવા આ આવેલ માહિતી અનુસાર અહેમદનગર ખાતે બેંકમાં લૂંટ કરવા આવેલ ઈસમોનો વિડિઓ એક મોક ડ્રિલ છે. અહેમદનગર તાલુકાના શેંડી ગામે ગ્રામ સુરક્ષા દળનું પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા પોલીસ દળે વિવિધ સ્થળોએ ગ્રામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને ગ્રામજનોને આપત્તિના સમયે તાત્કાલિક મદદ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અંતર્ગત બેન્કમાં લૂંટારા આવી પહોંચ્યા અને તેની ધરપકડ કરવા અંગે એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :- શું ખરેખર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ભારતમાં એકપણ મોટી આતંકી ઘટના સર્જાઈ નથી?
વધુ માહિતી માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા saamana વેબસાઈટ દ્વારા ઘટના સંબધિત 1 સપ્ટેમ્બરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ પોલીસ દ્વારા એક ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવેલ છે, કોઈપણ ગંભીર ઘટના સમયે આ નંબર પર કોલ કરવાથી પોલીસ અધિકારીઓ સાથે અન્ય ગામ લોકોને પણ જાણ થશે. પોલીસ વિભાગ દ્વારા આ જાણકારી લોકો સુધી પહોંચાડવા અને સમજાવવા માટે એક મોક ડ્રિલનું આયોજ કરવામાં આવ્યું હતું.
આ અંગે વધુ જાણવા માટે અમે અહમદનગર એમઆઈડીસી પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ નિરીક્ષક યુવરાજ આઠારેનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગામના દરેક ઘરના એક સભ્યનો મોબાઇલ નંબર સિસ્ટમ સાથે જોડવામાં આવ્યો છે. કોઈ પણ કટોકટીના કિસ્સામાં, જો કોઈ ટોલ ફ્રી નંબર ડાયલ કરવામાં આવે, તો આ તમામ સભ્યોના મોબાઈલ પર કોલ જાય છે, જેથી દરેકને કટોકટી વિશે ત્વરિત માહિતી મળે. બેંક લૂંટારાઓને પકડવા માટે કવાયત શરૂ થઈ તે જ સમયે ટોલ ફ્રી નંબર પરથી કોલ મળતા 500થી વધુ લોકો એકઠા થયા હતા.
અહેમદનગર ખાતે બેંકમાં લૂંટારા આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ મોક ડ્રિલ છે. અહેમદનગરના શેંડી ગામે ગ્રામ સુરક્ષા વ્યવસ્થા અને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે બેન્ક પર એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Mumbai Tak
Maharashtra Times
saamana
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
November 2, 2020
Prathmesh Khunt
January 13, 2021
Prathmesh Khunt
March 12, 2021
|