About: http://data.cimple.eu/claim-review/71465008f7b9c883b1305da60513f45254705f1f113be3cc223ca128     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Claim – જો ઘરથી 60 કિમીની અંદર ટોલબૂથ હોય તો ટોલ ટેક્સ નહીં આપવો પડે, તમે તમારું આધાર કાર્ડ બતાવીને ટોલ બૂથ પરથી પસાર થઈ શકો છો. નીતિન ગડકરીએ જાહેરાત કરતો વાઇરલ વીડિયો Fact – આ માહિતી દાવો ખોટો છે. નીતિન ગડકરીએ ખરેખર એવું કહ્યું હતું કે, જે લોકો ટોલ બૂથની નજીક રહે છે તેમને પાસ આપવામાં આવશે. વળી એ પરમિટ માટે પણ દર મહિને રૂ.330 ફી ચૂકવવાની રહેશે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર નીતિન ગડકરીની ટોલ ટૅક્સ મુદ્દેના નિવેદન મામલેની કેટલીક પોસ્ટ ઘણી વાઇરલ જોવા મળી રહી છે. પોસ્ટમાં, “જો તમારા ઘરથી 60 કિલોમિટરની અંદર ટોલ બૂથ હોય તો, ત્યાં કોઈ ટોલ લેવામાં ન આવે.” એવો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે તમે તમારું આધાર કાર્ડ બતાવીને ટોલ બૂથ પરથી પસાર થઈ શકો છો. જોકે, નીતિન ગડકરીએ સંસદમાં આપેલા નિવેદનને ખોટા સંદર્ભ અને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યું છે. આથી ટોલ ટૅક્સ મામલે ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે. અધૂરી વિગતો સાથે વીડિયો શેર કરવામાં આવ્યો છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ. Fact Check/Verification ઉપરોક્ત વીડિયો વાઇરલની અમે તપાસ કરી હતી જેમાં નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે જો ઘરથી 60 કિમીની અંદર ટોલ બૂથ છે, તો કોઈ ટોલ નથી આપવાનો. ગૂગલ પર આ મામલે સંબંધિત કીવર્ડ સર્ચ કરતા અમને નીતિન ગડકરીના અધિકૃત X પેજ પર 22 માર્ચ-2022ના રોજની એક પોસ્ટ જોવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીતિન ગડકરીએ ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 60 કિમીથી ઓછા અંતરાલ પર આવેલા ટોલ બૂથને બંધ કરવાની જાહેરાત કરી હતી. જેમાં વાયરલ વીડિયોનું બીજું લાંબુ વર્ઝન પણ શેર કરવામાં આવ્યું હતું. વીડિયોમાં મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “ટોલ બૂથની નજીક રહેતા લોકો પાસે આધાર કાર્ડ હોય તો, તેમને પાસ આપવામાં આવે. તેનો ઉપયોગ કરીને તેઓ મુસાફરી કરી શકે છે. તેમજ 60 કિલોમીટરની અંદર માત્ર એક ટોલ બૂથ આવશે. તેનાથી વધુ કંઈપણ કાયદા હેઠળ ગુનો છે. હું વચન આપું છું કે ત્રણ મહિનામાં 60 કિલોમીટરના અંતરાલની અંદર ફરી ટોલ બૂથ હશે તો, તેને દૂર કરી દેવામાં આવશે. તેનાથી વધુ હશે.” વળી આ માહિતી ANI દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તેના આધારે સ્પષ્ટ છે કે, મંત્રીએ કહ્યું છે કે, ટોલ બૂથની નજીક રહેતા લોકોને પરમિટ આપવામાં આવશે અને તેમણે કહ્યું એ નથી કહ્યું કે, 60 કિમીની અંદર કોઈ ટોલ નહીં લાગે. આ પછી અમે મંત્રી દ્વારા ઉલ્લેખિત ‘પરમિશન સ્લિપ’ શોધી કાઢી. જાણવા મળ્યું કે આ પ્રથા 2008થી અમલમાં છે. નેશનલ હાઈવે ટોલ રૂલ્સ 2008 હેઠળ કોને મુક્તિ આપવામાં આવી છે તે અંગે અમને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની વેબસાઈટ પરથી રિપોર્ટ મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ટોલ બૂથથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો, જેઓ વ્યવસાય (નોન કોમર્શિયલ) સિવાય પોતાની જરૂરિયાતો માટે વાહનોનો ઉપયોગ કરે છે, તેઓ 2007-2008 ટેરિફ દરોને આધારવર્ષ ગણીને દર મહિને રૂ. 150 ચૂકવીને આ પરમિટ મેળવી શકે છે. જો તેમની પાસે સર્વિસ રોડ અથવા વૈકલ્પિક માર્ગ હશે તો આ પરમિટ આપવામાં આવશે નહીં તેવું પણ જણાવ્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની વેબસાઇટ દ્વારા જાણવા મળ્યું કે આ પરમિટની માસિક ફી હાલમાં રૂ. 330 છે (2023-2024 ટેરિફ નિયમો મુજબ). Read Also – Fact Check – દિલ્હીની ‘રામ કચોરી’ દુકાનના માલિક ખરેખર મુસ્લિમ નથી, ફેક દાવા સાથે જૂનો વીડિયો વાઇરલ Conclusion અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, નીતિન ગડકરીની જાહેરાત કે ઘરથી 60 કિમીની અંદર ટોલ બૂથ હોય તો ટોલ નથી લાગતો તે માહિતી ખોટી છે. હકીકતમાં તેમણે કહ્યું હતું કે, જે લોકો ટોલ બૂથની નજીક રહે છે તેમને ટોલ બૂથમાંથી પસાર થવા માટે એક પાસ એટલે કે પરમિટ બનાવી આપવામાં આવશે. તે પરમિટ માટે પણ દર મહિને રૂ.330 ફી ચૂકવવાની રહેશે. Result – False Sources X Post from Nitin Gadkari, Minister of Road Transport & Highways Government of India, Dated March 22, 2022 X Post from ANI, Dated March 22, 2022 Notification from the Ministry of Road Transport & Highways Toll Information System‘s Website કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software