schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
એક વેબસાઈટ એવો દાવો કરે છે કે ખાવાનો સોડા(બેકિંગ સોડા) ત્વચાના રંગને સુધારવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને હાથ, પગ અને ચહેરાનો. અમે હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ દાવો મોટાભાગે ખોટો છે.
દાવો
એ લેખમાં લખ્યું છે કે, “ઉનાળામાં માત્ર ચહેરો જ નહીં, હાથ અને પગને પણ કાળા પડવાથી બચાવવા જરૂરી છે. જ્યારે પણ હાથની ત્વચા તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે તેની કાળા પડવાની સંભાવના વધી જાય છે. આવી સ્થિતિમાં, ચહેરાની સરખામણીમાં હાથની ત્વચા સંપૂર્ણપણે અલગ દેખાય છે. હાથ અને પગને ઉજળા કરવા માટે ઘણી વસ્તુઓ છે. જેનો ઉપયોગ કરીને તે તમને ફરીથી ઉજળા બનાવી શકે છે. આવી જ એક વસ્તુ છે ખાવાનો સોડા.”
ફેક્ટ ચેક
શું ખાવાનો સોડા ત્વચાને ઉજળી કરી શકે છે?
પુરેપુરી રીતે નહી. બેકિંગ સોડા કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે અને ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી તમને સ્પષ્ટ ત્વચા મળે છે. પરંતુ આ પ્રક્રિયાની ગંભીર આડઅસર પણ થઈ શકે છે.
અમેરિકન એકેડેમી ઑફ ડર્મેટોલોજી એવી ભલામણ કરે છે કે મૃત કોષોને કાઢવાની પ્રક્રિયા તમારી ત્વચાના પ્રકાર પર આધારે રાખે છે, “એક ઉપચાર દરેક ત્વચા માટે કામ કરતો નથી.”
ત્વચાના નિષ્ણાતો ત્વચાની કોઈપણ સારવાર માટે ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની ના પડે છે.
ડૉ. જ્યોતિ અગરકર, MD (ડર્મીટોલોજી) કહે છે, “આવા ઘરેલું ઉપચારની આડઅસર થઈ શકે છે. તમને કદાચ ખબર પણ નહીં હોય કે કયો બેકિંગ સોડા તમારી ત્વચાના પ્રકાર માટે યોગ્ય નથી અને પછી તે બળતરા અથવા લાલાશનું કારણ બની શકે છે. તેથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે પહેલા તમારી ત્વચાનો પ્રકાર સમજો અને પછી ઉપાય નક્કી કરો. અને, તમારે તેને તમારા ચહેરા પર લગાવતા પહેલા હંમેશા તમારી ત્વચાની નાનકડી જગ્યાએ લગાવીને ટેસ્ટ કરાવવો જોઈએ.”
શું ત્વચા પર બેકિંગ સોડાનો ઉપયોગ કરવો સુરક્ષિત છે?
ના. ત્વચા પર ખાવાનો સોડાનો ઉપયોગ કરવાથી ત્વચા પર બળતરા થઈ શકે છે. ત્વચા નિષ્ણાતો ત્વચાની કોઈપણ સારવાર માટે ઘરે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાની સલાહ આપતા નથી.
ડૉ. ઇરમ કાઝી, MD (ડર્મીટોલોજી) કહે છે, “હું ઘરગથ્થુ ઉપચાર તરીકે બેકિંગ સોડાને ક્યારેય સૂચવીશ નહીં. તે ત્વચા માટે ઘણું નુકસાનકારક થઇ શકે છે. તે એટલા માટે છે કારણ કે બેકિંગ સોડા ત્વચાના pH માં ફેરફાર કરી શકે છે. ત્વચાનો સામાન્ય pH 4.5-5.5 ની વચ્ચે હોય છે. આ pH ત્વચાને સ્વસ્થ રાખે છે અને તેની આસપાસ તેલની રક્ષણાત્મક દીવાલ બનાવે છે અને બેક્ટેરિયા સામે સુરક્ષા આપે છે.
બીજી તરફ, ખાવાનો સોડા 9 નું pH ધરાવે છે. ત્વચા પર મજબૂત આલ્કલાઇન બેઝ લગાવવાથી તેના પરનું કુદરતી રક્ષણાત્મક દીવાલ દૂર થઇ જાય છે અને તે બેક્ટેરિયલ ચેપ અને ત્વચાને નુકસાન થવાની સંભાવનાને વધારે છે. ઉપરાંત, ખાવાનો સોડા ત્વચામાં બળતરા અને ગરમી પેદા કરી શકે છે જે ખીલને વધુ ખરાબ કરી શકે છે અને ડાઘમાં વધારો કરી શકે છે. તે ત્વચાની શુષ્કતામાં પણ વધારો કરી શકે છે જેથી ત્વચાના તેલના વધુ ઉત્પાદન વધે છે અને વધુ ખીલ ફાટી જાય છે.”
શું ખાવાનો સોડા નિશાન અને કાળા ડાઘા દૂર કરી શકે છે?
હા, તે માત્ર તબીબી દેખરેખ હેઠળ થઈ શકે છે. નિષ્ણાતો આને ઘરેલું ઉપાય તરીકે ઉપયોગ કરવા સામે ચોખ્ખી ના પડે છે.
ડૉ. અગરકર કહે છે, “સૌપ્રથમ, આપણે એ સમજવાની જરૂર છે કે ડાઘ શું છે. મૂળભૂત રીતે, ડાઘ એ એક નિશાન છે જે ઇજા અથવા ઘા કે જે મટી ગયા પછી આપણી ત્વચા પર રહે છે. આ ડાઘ ઓપરેશન પછી અથવા મોટા ખીલના કારણે પણ રહી શકે છે. તે એક એવી કુદરતી પ્રક્રિયા છે જે ક્યારેય સંપૂર્ણપણે અદૃશ્ય થતી નથી. કારણ કે, તે ત્વચાના ઊંડા, જાડા સ્તરોને નુકસાન પહોંચાડે છે. ખાવાના સોડામાં બળતરા વિરોધી ગુણ હોય છે, પરંતુ ખાવાના સોડાનો ઉપયોગ માત્ર ખાવા પૂરતો મર્યાદિત હોવો જોઈએ.
ત્વચા પર ખાવાનો સોડા લગાવવાથી તમારી ત્વચામાં બળતરા થઈ શકે છે અને ત્વચાને રક્ષણ આપનારા તેલની દીવાલ દૂર થઈ શકે છે. ઉપરાંત, પહેલેથી જ ખુલ્લા પેકેટમાંથી ખાવાનો સોડા અન્ય પદાર્થો દ્વારા દૂષિત થઈ શકે છે, જે ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે. ડાઘ માટે, શ્રેષ્ઠ સારવાર વિકલ્પ નક્કી કરવા માટે તમારા ત્વચારોગ વિજ્ઞાની (ડર્મીટોલોજીસ્ટ) ને મળો. કારણ કે ડાઘને દુર કરવાના ઘણાબધા રસ્તાઓ છે.”
ડૉ. જોયિતા ચૌધરી, MD (ત્વચારશાસ્ત્ર) કહે છે, “અમુક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓપરેશન પછીના ઘાવ પર બેકિંગ સોડા-હાઈડ્રોજન પેરોક્સાઇડ ડેન્ટિફ્રાઈસના ઉપયોગથી રૂઝ આવવાનો સમય ઓછો થાય છે. પણ આ કોઈ ઘરેલું ઉપાય નથી. આના પર હજી અભ્યાસ ચાલુ છે.”
|