Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim – NEET પરીક્ષાની છેતરપિંડીથી બરબાદ થયેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આ મોદીનું ગુજરાત છે.
Fact – વીડિયો ગુજરાતના ગાંધીનગરમાં TET/TATના વિરોધ પ્રદર્શનનો છે.
દેશમાં સ્નાતકકક્ષાના મેડિકલ અભ્યાસક્રમોમાં એડમિશન માટે લેવાતી NEET પરીક્ષામાં પેપરલીક કાંડ બાદ દેશમાં ભારે વિરોધ થયો હતો. સીબાઆઈ દ્વારા પરીક્ષામાં ગેરરીતિનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની સાથે સાથે પરીક્ષાનું આયોજન કરતી એનટીએ (NTA)ની કામગીરી પણ તપાસ હેઠળ છે.
નીટની પરીક્ષામાં ગેરરીતિના વિવાદને પગલે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ હાથ ધરવામાં આવ્યા હતા.
દરમિયાન, સોશિયલ મીડિયા પર એક યુવતીને બે પુરુષો દ્વારા રસ્તા પર ખેંચી જવાનો વીડિયો ફેસબુક પર વાઇરલ થઈ રહ્યો છે. ખરેખર તે અન્ય બાબતનો વીડિયો છે તેને નીટની પરીક્ષાના વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી.
વીડિયો સાથે દાવો કરાયો છે કે, “NEET પરીક્ષાની છેતરપિંડીથી બરબાદ થયેલા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. તમે મોદીના ગુજરાતમાં છો.”
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
વાઇરલ વીડિયોની તપાસ દરમિયાન ઇનવિડ ટૂલની મદદથી કીફ્રેમમાં કન્વર્ટ કરવામાં આવ્યો. છે. તેના પર કીફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા “OUR RAJKOT” નામની યુટ્યુબ ચેનલ પર 18 જૂન-2024ના રોજ અપલૉડ કરવામાં આવેલ વિડિયો પ્રાપ્ત થયો.
તેનું શીર્ષક છે, “TET/TAT ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન. ગાંધીનગરમાં TET/TAT પાસ થયેલા વિદ્યાર્થીઓ અને ગાંધીનગર પોલીસ વચ્ચે અથડામણ.”
હાલમાં વાઇરલ થયેલા વિડિયોમાં યુવતીને રસ્તાની એક બાજુએ ખેંચવામાં આવી રહી હોવાનું પણ જોવા મળે છે. વીડિયોમાં એક થાકેલી છોકરીને પાણી પીવડાવવામાં આવી રહ્યું છે અને એક ટીવી રિપોર્ટર તે છોકરી સાથે ગુજરાતીમાં વાત કરી રહી છે. 8.47 મિનિટના લાંબા વીડિયોના 0.17થી 3.29 ટાઇમલાઇનમાં યુવતી જોવા મળે છે.
આ વિડિયોમાં ગુજરાતી ચૅનલનો લોગો છે. તેના વિશે કિવર્ડ સર્ચ કરતા જોવા મળે છે કે વીડિયોમાંની છોકરીને રસ્તાની એક બાજુએ ખેંચવામાં આવી રહી છે અને તે છોકરી 18 જૂને ગુજરાતમાં JAMAWAT ચૅનલના 5.40 મિનિટના વીડિયોમાંથી 0.41થી 1.01 ટાઇમલાઇન વચ્ચે ગુજરાતીમાં સ્થાનિક ટીવી રિપોર્ટર સાથે વાત કરી રહી છે.
વીડિયોનું શીર્ષક છે – ગાંધીનગરના રસ્તાઓ પર જ્ઞાનસહાયક પર અત્યાચાર|છોકરાઓ વાત કરવા આવ્યા હતા એમની સાથે આટલી ક્રૂરતા કેમ?
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ 19 જૂન-2024 ના રોજ અહેવાલ આપ્યો હતો કે, સરકારી શિક્ષકની નિમણૂંકની માંગણી સાથે સચિવાલયમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) અને શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પાસ કરનારા લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત દેખાવકારોને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
અહેવાલ મુજબ શિક્ષક પાત્રતા પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને હંગામી શિક્ષકોની નિમણૂક કરવાને બદલે જ્ઞાન સહાયકોની નિમણૂક કરવાના ગુજરાત સરકારના નિર્ણય સામે કાયમી નિમણૂકની માંગણી કરી હતી.
Read Also : Fact Check: ‘નીતિશકુમારે NDA છોડતા રાહુલ ગાંધી નવા પીએમ બનશે’ વાઇરલ વીડિયોનું સત્ય
અમારી તપાસમાં જાણવા મળ્યું કે, વાઇરલ વીડિયો ખરેખર ગુજરાતમાં સરકારી શિક્ષકોની નિમણૂકને લગતા વિરોધ પ્રદર્શનનો છે. તે નીટ પરીક્ષાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો નથી.”
Sources
YouTube Video by OUR RAJKOT on June 18, 2024
YouTube Video by JAMAWAT on June 18, 2024
Report by The Times of India on June 19, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044