Fact Check
વાયરલ થઈ રહેલા બે CRPF જવાનોની તસ્વીરનું સંપૂર્ણ સત્ય જાણવા માટે વાંચો ન્યૂઝચેકરનો રિપોર્ટ
ફેસબુક, ટ્વિટર સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં બે સીઆરપીએફ જવાનોની તસ્વીર છે. બન્ને તસ્વીરોની સરખામણી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે 2012માં CRPF જવાનોનો યુનિફોર્મ કેવો હતો અને હવે 2021માં તેઓ કેવી રીતે ટેક્નોલોજીથી સજ્જ થયા છે.
CrowdTangle ના ડેટા દર્શાવે છે કે આ તસવીર પહેલી જાન્યુઆરીએ ફેસબુક પર શેર કરવામાં આવી હતી, ત્યાર બાદ આ તસવીર વાયરલ થઈ હતી. ટ્વિટર પર પણ આ તસ્વીર ઘણી શેર કરવામાં આવી છે. ઉપરાંત, લોકો શેરચેટ પર પણ આ તસ્વીર પોસ્ટ કરી રહ્યા છે.
Fact Check / Verification
આ બંને તસવીરોની રિવર્સ ઇમેજ સર્ચ કરતાં અમને જાણવા મળ્યું કે આ બંને તસવીરો CRPF જવાનોની છે. પહેલી તસવીર વર્ષ 2012ની છે, જેમાં સીઆરપીએફનો જવાન એક કાશ્મીરી મહિલા સાથે વાત કરી રહ્યો છે.
જયારે, બીજી તસવીરમાં દેખાઈ રહેલ CRPF જવાનો વેલી QAT (ક્વિક એક્શન ટીમ)નો સભ્ય છે. 26 જાન્યુઆરી 2021માં નેશનલ થિયેટર કેમ્પમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પોતાની ફરજ બજાવતા આ જવાનની તસ્વીર લેવામાં આવી હતી. આ ફોટો Getty Images વેબસાઈટ પર જોઈ શકાય છે.
અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે આ બન્ને તસ્વીરો CRPF જવાનોના બે અલગ-અલગ દળોની છે. તમને જણાવી દઈએ કે CRPF કમાન્ડોનો યુનિફોર્મ અન્ય દળોથી અલગ હોય છે.
CRPF વેલી QAT (ક્વિક એક્શન ટીમ) શું છે?
CRPFની વેલી QAT (ક્વિક એક્શન ટીમ) જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત છે. આ આર્મી ફોર્સનું કામ આતંકવાદીઓને મારવાનું છે. તે પ્રશિક્ષિત કમાન્ડોની એક ટીમ છે, જે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે કામ કરે છે. CRPF દ્વારા 26 ઓપરેશનમાં 50 વીરતા પુરસ્કારો મેળવેલા છે.
સીઆરપીએફ યુનિફોર્મમાં તાજેતરના કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી, આ અંગે સત્તાવાર વેબસાઈટ પર કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ડિસેમ્બર 2021માં CRPFની પાસિંગ આઉટ પરેડમાં અલગ-અલગ ટુકડીઓના પહેરવેશ પણ જોઈ શકાય છે.
Conclusion
વાયરલ તસ્વીરો સીઆરપીએફની બે અલગ-અલગ ટુકડીઓની છે. પહેલી તસવીર 2012ની છે, જે જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત એક CRPF જવાન એક મહિલાની પૂછપરછ કરી રહ્યો છે, જ્યારે બીજી તસ્વીર જાન્યુઆરી 2021માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની સુરક્ષામાં તૈનાત CRPF વેલી QAT કમાન્ડોની છે.
Result :- Partly False
Our Sources
Alamy: https://bit.ly/3mUlJuF
Getty Images: https://www.gettyimages.in/detail/news-photo/commando-on-high-alert-ahead-of-republic-day-celebration-at-news-photo/1230740806?adppopup=true
CRPF Website: https://crpf.gov.in/
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044