About: http://data.cimple.eu/claim-review/89ade9b2daaec40543ad4506162e5c59e8cb2c81e431a4f67df20b3e     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળતી હોવાના અહેવાલો આવી રહ્યા છે. દેશમાં ઘઉંની તીવ્ર અછતને કારણે લોટના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં સરકારી દરે લોટ ખરીદવા માટે લાઇનો લાગી છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતાર જોઈ શકાય છે. ફેસબુક યુઝર્સ “આ ભીખમંગાઓને કાશ્મીર જોતું મારો…આં લ્યો 250નો કિલો લોટ” આ કેપ્શન સાથે આ તસ્વીર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસ્વીર પાકિસ્તાનની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ ઘટનાને દેશના વર્તમાન સંકટ સાથે જોડવામાં આવી રહી છે. આ પણ વાંચો : મહેન્દ્ર સિંઘ ધોની હોસ્પિટલમાં રિષભ પંતને મળવા પહોંચ્યા હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ Fact Check / Verification પાકિસ્તાનમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતારમાં ઉભેલા લોકોની વાયરલ તસ્વીરને રિવર્સ-સર્ચ કરતા અમને આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ધ ગાર્ડિયન તરફથી એક અહેવાલ જોવા મળે છે. આ સમાચારમાં અન્ય તસ્વીરની સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે. 24 ઓગસ્ટ, 2010ના રોજ પ્રકાશિત આ સમાચાર મુજબ આ તસ્વીરો પાકિસ્તાનમાં પૂરથી પ્રભાવિત લોકોની છે. સમાચારમાં વાયરલ થયેલી તસ્વીરને પાકિસ્તાનના સુક્કુર જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકો માટે લગાવવામાં આવેલા કેમ્પ તરીકે વર્ણવવામાં આવી છે. આ લોકો કેમ્પમાં ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મીડિયા સંસ્થા સીએનએન દ્વારા 24 ઓગસ્ટ 2010ના રોજ એક સમાચારમાં આ જ માહિતી સાથે તસ્વીરને પણ પ્રકાશિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે જુલાઈ 2010 થી ઓગસ્ટ 2010ની વચ્ચે પાકિસ્તાનમાં પૂરે ભયંકર તબાહી મચાવી હતી. પાકિસ્તાનના લાખો લોકો તેનાથી પ્રભાવિત થયા હતા અને અહેવાલો અનુસાર, આ દુર્ઘટનાને કારણે લગભગ બે હજાર લોકોના મોત પણ થયા હતા. Conclusion પાકિસ્તાનમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતારમાં ઉભેલા લોકોની વાયરલ તસ્વીર ખરેખર 2010માં પાકિસ્તાનમાં આવેલા એક પૂર સમયે લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીરને હાલમાં પાકિસ્તાનમાં સર્જાયેલ આર્થિક કટોકટીના ભ્રામક સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે. Result : Missing Context Our Source News report of The Guardian, published on August 24, 2010 News report of CNN, published on August 24, 2010 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 Authors Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software