Fact Check
ભાજપના સંકલ્પ પત્રના પોસ્ટરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે મુંબઈના એક ફ્લાયઓવરની તસ્વીર શેર કરવામાં આવી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ગઈકાલે સમાપ્ત થયું, તો બીજી તરફ બીજા ચરણની તૈયારીમાં અમદાવાદ ખાતે પીએમ મોદીએ ગઈકાલે એક રોડ-શો કર્યો હતો. તમામ પક્ષોએ પોતાના વાયદા-વચનો જાહેર કરી દીધા છે. આ ક્રમમાં ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્રનું એક પોસ્ટર કેટલાક ભાજપ નેતાઓ અને પાર્ટીના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ છે.
ટ્વીટર પર BJP ગુજરાતના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 26 નવેમ્બરના સંકલ્પ પત્ર 2022નું એક પોસ્ટર શેર કરવામાં આવેલ છે. જેમાં ‘આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભાજપનો સંકલ્પ‘ ટાઇટલ સાથે કેટલાક વિકાસલક્ષી કાર્યો અંગે વાત કરવામાં આવેલ છે. આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ સાથે પોસ્ટરમાં એક ફ્લાયઓવરની તસ્વીર શેર કરવામાં આવેલ છે. જે newschecker ની તપાસમાં ભ્રામક હોવાનું જણાયું છે.
ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્રના પોસ્ટરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફોટો વેબસાઈટ alamy પર નવેમ્બર 2014માં પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. અહીંયા આપેલ માહિતી અનુસાર આ ફ્લાયઓવર મુંબઈના સાંતાક્રુઝ ચેમ્બુરને જોડતો લિંક રોડ છે.
અહીંયા સંકલ્પ પત્ર સાથે શેર કરવામાં આવેલ તસ્વીર અને ગુગલ સર્ચ દ્વારા મળી આવેલ તસ્વીરને સરખાવતાં જોઈ શકાય છે કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દા સાથે મુંબઈના એક ફ્લાયઓવરની તસ્વીર લગાવવામાં આવેલ છે.
આ અંગે વધુ સચોટ જાણકારી મેળવવા ગુગલ મેપ પર સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ ફ્લાયઓવર અંગે સર્ચ કરતા વાયરલ તસ્વીરમાં જોવા મળતો ઓવરબ્રિજ અને આસપાસની ઇમારતો જોઈ શકાય છે.
Conclusion
ગુજરાત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્રના પોસ્ટરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દા સાથે મુંબઈના એક ફ્લાયઓવરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
Photo From alamy Website, on NOV 2014
Google Map
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044