schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
નાના બાળકો સાથે અનેક પ્રકારે ઘટનાઓ બનતી હોય છે, જેમાં બાળકોને લાલચ આપીને ઉપાડી જનાર અથવા નુકશાન પહોંચાડનાર વ્યક્તિઓ થી સાવધાન રહેવા માટે અવાર-નવાર મેસેજ આવતા રહે છે. આવી જ એક ઘટના નો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે, જેમાં એક મહિલા નાના બાળકને પોતાની માતા ગણાવી લઇ જઈ રહી હતી.
ફેસબુક પર “આપના બાળકને પાકઁ,ગાઙઁન,મોલ,મેળા જેવી જગયાએ જતાં ખાસ ધ્યાન રાખો.અને આવા બાળકોને કોઈ જબરજસ્તી લઈ જતા દેખાઈ તો મદદ કરી સથાનિક પોલીસની મદદ લેવી” ટાઇટલ સાથે આ વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડીઓમાં કેટલાક લોકો મહિલા ને જબરદસ્તી નાના બાળકને લઇ જતા અટકાવે છે, અને તેમજ મહિલા સાથે જોડાયેલ અન્ય લોકોને પણ પકડી પાડે છે.
નાના બાળકને પાર્ક માંથી જબરદસ્તી લઇ જતી મહિલાના વાયરલ વિડીઓના કિફ્રેમ જોતા વિડિઓની શરૂઆતમાં આપવામાં આવેલ ડિસ્ક્લેમર જોવા મળે છે. જે અનુસાર આ ઘટના એક નાટકીય રૂપાંતરણ છે, વાયરલ વિડિઓ સમાજમાં આ પ્રકારે બનતા કિસ્સાઓ સામે જાગૃતિ ફેલાવવા સંદર્ભે બનવવામાં આવેલ છે.
આ પણ વાંચો :- ઉત્તરપ્રદેશમાં ભાજપ નેતા અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ થયું હોવાના દાવા સાથે જૂનો વિડિઓ વાયરલ
ઉપરાંત, વાયરલ વિડિઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર Mady Ki Duniya નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. યુઝર દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે, તમામ વિડિઓ એક મનોરંજન સંદર્ભે બનાવવામાં આવેલ છે. આ કોઈપણ ઘટનાને વાસ્તવિક જીવન કે વ્યક્તિ સાથે લેવાદેવા નથી.
પાર્ક માંથી નાના બાળકને જબરદસ્તી લઇ જતી મહિલાનો વાયરલ વિડિઓ સમાજમાં બનતા કિસ્સાઓ સામે જાગૃતિ લાવવા સંદર્ભે બનાવવામાં આવેલ છે. વાયરલ વિડિઓ સાથે ડિસ્ક્લેમર આપવામાં આવેલ છે, આ પ્રકારે કોઈપણ ઘટના હકીકતમાં બનવા પામેલ નથી.
Madykiduniya – Facebook user
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|