schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, 2022માં ઉત્તરપ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાશે. ત્યારે તમામ પક્ષો દ્વારા મુલાકાત અને ચૂંટણી લક્ષી આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં જ UP ખાતે CM યોગી , PM મોદી , RSS અને BJP ના વડાઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં હવે ચૂંટણી પ્રચાર માટે હવે નરેન્દ્ર મોદીના નામ નો ઉપયોગ નહીં કરવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યોજાયેલ તમામ ચૂંટણી સમયે PM મોદી સ્ટાર પ્રચારક રૂપે જોવા મળેલ છે.
આ તમામ રાજકીય હલચલ વચ્ચે સોશિયલ મીડિયા પર ભાજપ ના એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી ના નામ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં ડો.જોષી 2024ની ચૂંટણી અનુસંધાને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહી રહ્યા છે “જો મોદી આવા જ અહંકાર સાથે રહ્યા તો 2024માં ખરાબ રીતે હાર જોવા મળશે અને લોકો રાહુલ ગાંધીને તેની સાદગી માટે જીતાડશે” ફેસબુક અને ટ્વીટર પર આ કેપશન સાથે અનેક લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
મુરલી મનોહર જોષી દ્વારા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે તપાસ શરૂ કરતા ડો.જોષી ના વેરિફાઇડ ટ્વીટર એકાઉન્ટ પર વાયરલ પોસ્ટ અંગે તપાસ કરતા આવી કોઈપણ પોસ્ટ જોવા મળતી નથી.
આ પણ વાંચો :- રામાયણ આધારિત ફિલ્મમાં ‘સીતા’ ના પાત્ર માટે કરીના કપૂરે માંગ્યા 12 કરોડ, જાણો શું કહ્યું ભ્રામક અફવા અંગે ડાયરેક્ટરે
જયારે વાયરલ દાવા મુદ્દે અમે મુરલી મનોહર જોષી ના સેક્રેટરી રાજીવ બેલવાલ સાથે વાતચીત કરી, ત્યારે આ પોસ્ટ તદ્દન ભ્રામક હોવાની માહિતી આપતા તેમણે જણાવ્યું કે “ડો.જોષી હાલ કોરોના સંક્રમણથી સારવાર લઇ સ્વસ્થ થયા છે. તેમના દ્વારા આ પ્રકારે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈપણ સ્ટેટમેન્ટ આપવામાં આવેલ નથી. આ ઉપરાંત લોકોને વિનંતી કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ માહિતી પર ભરોષો ના કરવો માત્ર અમારા ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પબ્લિશ થયેલ માહિતી માન્ય ગણવી”
ડો.મનોહર જોષી દ્વારા નરેન્દ્ર મોદી પર આકાર પ્રહાર કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. ડો.જોષી હાલ કોરોના સંક્ર્મણથી સ્વસ્થ થઈ આરામ લઇ રહ્યા છે, ઉપરાંત તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા પર આ પ્રકારે કોઈપણ નિવેદનો તેમના દ્વારા આપવામાં આવેલ નથી. વાયરલ પોસ્ટ ભ્રામક હોવાની સ્પષ્ટતા ડો.જોષી ના સેક્રેટરી રાજીવ બેલવાલ દ્વારા પણ કરવામાં આવેલ છે.
Rajeev Belwal (dr. joshi secretary)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 11, 2025
Dipalkumar
February 4, 2025
Komal Singh
November 19, 2024
|