schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
એક બ્લોગમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બેકિંગ સોડા કેન્સરનો ઈલાજ કરી શકે છે. અમે હકીકત તપાસી અને આ દાવો ખોટો જણાયો.
દાવો
એક લેખ કહે છે કે બેકિંગ સોડાના સેવનથી કેન્સર મટાડી શકાય છે.
ફેકટ ચેક
શું આલ્કલાઇન ખોરાક ખાવાથી કેન્સર મટાડવામાં મદદ મળે છે?
ના. કેન્સરની સારવાર કરવાની ક્ષમતા સહિત શરીર પર આલ્કલાઇન ખોરાક અને પાણીની અસર વિશે ઘણી ચર્ચાઓ છે. જો કે, તબીબી રીતે આ વાતોની કોઈ સાબિતી નથી. લોહી 7.4 નું સ્થિર pH જાળવી રાખે છે. આ તેને સહેજ આલ્કલાઇન બનાવે છે. ખોરાક લોહીના pH ને બદલવા માટે જાણીતું નથી.
મૂંઝવણ એ હકીકતથી ઊભી થાય છે કે કેન્સર કોષો તેમની આસપાસના વાતાવરણમાં ફેરફાર કરીને તેને એસિડિક બનાવે છે. આ બાબતને કારણે આલ્કલાઇન સારવાર વિશે ઘણાબધા સિદ્ધાંતોને જન્મ આપ્યો છે. જો કે, કેન્સર કોશિકાઓની આસપાસના એસિડિક વાતાવરણને બદલવા માટે આલ્કલાઇન આહાર સક્ષમ છે એ વાતના કોઈ નિર્ણાયક પુરાવા નથી.
શું ઓક્સિજન પુરવઠો કેન્સરના કોષોને મારી શકે છે?
ના. આ અંગે હજુ પણ કોઈ નિર્ણાયક પુરાવા નથી.
આ સિદ્ધાંત એ હકીકત પરથી ઉદભવે છે કે કેટલાક કેન્સરના કોષો અને ગાંઠો ઓક્સિજન વિના ઉગવાનું શીખે છે – જે શરીરના તમામ કોષોની સામાન્ય જરૂરિયાત છે. ઘણા સંશોધકો એવું માને છે કે ઓક્સિજનને વધારે માત્રામાં શરીરમાં દાખલ કરવાથી કેન્સરના કોષો મરી જશે.
અત્યાર સુધી, આ સિદ્ધાંત માટે કોઈ તબીબી પુરાવા નથી.
હાલના જ એક સંશોધનના પુરાવા દર્શાવે છે કે વ્યક્તિને ઓક્સિજનની ઊંચી માત્રા આપવાથી તેની રોગપ્રતિકારક શક્તિ ગાંઠો સામે સક્રિય થાય છે. જો કે, અભ્યાસ ઉંદર પર કરવામાં આવ્યો હતો અને શ્વાસનળી દ્વારા ઓક્સિજન દાખલ કરવામાં આવ્યો હતો. જો કે અભ્યાસ વધુ સંશોધન માટે માટે રસ્તો ખોલે છે, તેમ છતાં તે તમામ પ્રકારના કેન્સર માટે પાક્કો ઉપાય સાબિત થતો નથી.
અમે ડો. સાર્થક મોહરીર, રેડિયેશન ઓન્કોલોજિસ્ટને પૂછ્યું કે શું શરીરમાં વધુ પડતો ઓક્સિજન કેન્સરના કોષોને મારી નાખે છે. આના માટે, તેમણે જણાવ્યું હતું કે “કિરણોત્સર્ગની ચોક્કસ આડઅસરોને દૂર કરવા માટે ઉચ્ચ દબાણવાળા ઓક્સિજનનો ઉપચારાત્મક એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. આને હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી કહેવામાં આવે છે. પરંતુ એવો કોઈ પુરાવો નથી કે તે વધારે ઓક્સિજન કેન્સરના કોષોને મારી નાખશે. તેનાથી વિપરિત, શુદ્ધ ઓક્સિજન શ્વાસમાં લેવાથી મગજના શ્વસન કેન્દ્રોને સામાન્ય કામગીરી અટકાવી શકાય છે.
શું ખાવાનો સોડા સારવારથી કેન્સર મટાડી શકાય છે?
ના. ખાવાનો સોડા અથવા બાયકાર્બોનેટ કેન્સરને મટાડી શકે છે તે સૂચવવા માટે કોઈ પુરાવા નથી.
એવા કેટલાક પુરાવા છે કે બાયકાર્બોનેટ કેન્સરના કોષોના વિકાસને ધીમો કરી શકે છે. 2009 માં કરવામાં આવેલા સંશોધનમાં દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે બાયકાર્બોનેટ (બેકિંગ સોડા) સીધા ઉંદરમાં નાખવામાં આવે છે, ત્યારે તે ટ્યુમર કોશિકાઓના Phને ઘટાડે છે અને મેટાસ્ટેટિક સ્તન કેન્સરના વિકાસને અટકાવે છે. આ કેન્સરનો પાક્કો ઉપાય નથી. સંશોધનના અંતે, સંશોધકોએ તારણ કાઢ્યું, “…આ મોડેલ સિસ્ટમમાં સ્તન કેન્સર મેટાસ્ટેસિસની રચના પર બાયકાર્બોનેટ ઉપચારની નાટકીય અસર વધુ તપાસની ખાતરી આપે છે.” પરંતુ આ પ્રયોગ હજુ સુધી મનુષ્યો પર નકલ કરવામાં આવ્યો નથી અને કેન્સરની સારવાર માટે માન્ય તબીબી પ્રેક્ટિસ નથી.
અમે ડૉ. મોહરીરને પૂછ્યું કે શા માટે આ અભ્યાસ માનવ પર નથી કરવામાં આવ્યો. જવાબમાં, તેમણે સમજાવ્યું કે ” શરીરમાં સોડિયમ બાયકાર્બોનેટનું ઇન્જેક્શન દાખલ કરવાથી મેટાબોલિક આલ્કલોસિસના સ્વરૂપમાં ગંભીર આડઅસર થઇ શકે છે. અને એવો કોઈ પુરાવો નથી કે તે કેન્સરના કોષોને મારી નાખે છે.”
THIP મીડિયા ટેક: કેન્સરની સારવાર એ તબીબી વિજ્ઞાનમાં અત્યંત સંશોધન કરેલ ક્ષેત્ર છે. જો કે, અત્યાર સુધી, આલ્કલાઇન થેરાપી, ઓક્સિજન થેરાપી અથવા બાયકાર્બોનેટ ઉપચાર અસરકારક ઉપાય સાબિત થયા નથી.
|