schema:text
| - Authors
Claim: ગીર સોમનાથમાં રસ્તા પર દેખાયો દીપડો. મુસાફરો સાવધાન.
Fact: વીડિયો ગુજરાતનો નથી.
જંગલકપાત અને શહેરીકરણને લીધે જંગલી પશુઓ રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં ઘુસી આવતા હોવાની ઘટનાઓ દિનપ્રતિદીન વધી રહી છે. માનવ વસાહતો પાસે દીપડા, સિંહ સહિતના જંગલી પશુઓ ઘુસી આવતા માનવી અને પાલતુપશુઓ પર જોખમ આવી જાય છે.
ગુજરાતમાં પણ આવા ઘણા કિસ્સા નોંધાતા રહ્યાં છે. જેમાં દીપડો કે સિંહ આવીને બાળકો અને પશુઓનો શિકાર કરી જાય છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક દીપડો ગુજરાતમાં રસ્તા પર ફરી રહ્યો છે આથી મુસાફરોએ સાવધાન રહેવું.
સોશિયલ મીડિયા પોસ્ટમાં વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે, “મુસાફરો સાવધાન. ગીર સોમનાથમાં રસ્તા પર ફરી રહ્યો છે દીપડો.”
વીડિયોમાં દીપડો રસ્તા પાસે ફરતો અને બેસેલો દેખાય છે. વીડિયો પોસ્ટમાં વાહનચાલકોને પસાર થતી વખતે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવેલી છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને 21 ડિસેમ્બર-2023ના રોજ એબીપી ન્યૂઝ લાઇવ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો.
એબીપી ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, “કોટા સંભાગના બૂંદિ જિલ્લામાં પેંથર એટલે કે દીપડો રસ્તામાં ઑવરબ્રિજ પાસે જોવા મળ્યો હતો. રાજસ્થાનના મુકંદરા ટાઇગર રિઝર્વ અને રામગઢ વિષધારી અભયારણ્યમાં દીપડાની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અને તેનો મુખ્ય શિકા કૂતરા હોવાથી તે હવે શહેર તરફે પણ જોવા મળી રહ્યા છે.”
“રામગઢ વિષધારી ટાઇગર રિઝર્વ ક્ષેત્ર પાસેની બૂંદી ટનલ નજીકની બહાર હાઈવે પર બ્રિજ તરફે દીપડો બેઠેલો જોવા મળ્યો હતો. જેને જોઈને વાહનચાલહો ગભરાઈ ગયા હતા. અને વીડિયો પણ ફિલ્મ કરી લીધો હતો.”
અહેવાલમાં આરટીવીઆરના ઉપવન સંરક્ષક સંજીવ શર્માને ટાંકીને કહેવાયું છે કે, દીપડાઓનો આ પ્રાકૃતિક નિવાસ વિસ્તાર છે. આથી તેઓ શિકારની શોધમાં અહીં આવતા હોવાથી જોવા મળતા હોય છે. વન વિભાગના અધિકારીઓ આ અહેવાલમાં સામેલ વીડિયોની પુષ્ટિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઇરલ દાવામાં વીડિયોના જે દૃશ્યો છે તેની સાથે આ અહેવાલની તસવીર દૃશ્ય સરખા છે. જે દર્શાવે છે કે આ તે જ જગ્યાના વીડિયો વિશેનો અહેવાલ છે, જે વાઇરલ વીડિયોમાં દેખાઈ રહી છે.
વધુમાં તપાસ કરતા અમને સમાચાર પ્લસ 24X7 નામની સ્થાનિક મીડિયાની યુટ્યુબ ચૅનલ પર પણ વીડિયો જોવા મળ્યો.
વીડિયો અહેવાલમાં જણાવાયું છે કે, બૂંદિ જિલ્લામાં ટનલ પાસે જે કોટા રોડ પર છે, ત્યાં દીપડો જોવા મળ્યો હતો. જેને પણ વનવિભાગે પુષ્ટિ કરી હતી.
Read Also : Fact Check – વાઇરલ તસવીરમાં દેખાતી યુવતીએ કોટામાં નથી કરી આત્મહત્યા, ખોટા દાવા સાથે ફોટો વાઇરલ
Conclusion
અમારી તપાસમાં તારણ નીકળે છે કે, ગુજરાતના ગીર સોમનાથમાં દીપડો હાઈવે પર ફરતો હોવાના દાવા સાથે વાઇરલ વીડિયો ખરેખર રાજસ્થાનનો છે. તે બુંદી જિલ્લામાં આવેલી જગ્યાનો છે.
Result – False
Sources
News Report by ABP News Live dated 21 Dec, 2023
News Video Report by Samachar Plus 24X7 dated 21 Dec, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|