About: http://data.cimple.eu/claim-review/caa94ec94f940fb942b1333a5eb38214d302df83847334681f0b5a76     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • રાહુલ ગાંધી દ્વારા આરતી કરવાનો ઈન્કાર કરતા હોવાનો ક્રોપ કરેલો વીડિયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો બૂમ દ્વારા સત્ય કે તથ્યની તપાસમાં જાણવા મળ્યું કે, મૂળ (ઓરીજીનલ) વિડિયોમાં રાહુલ ગાંધી 2017માં ગુજરાતમાં રાજકોટ સ્થિત નવરાત્રી કાર્યક્રમમાં આરતી કરતા જોઈ શકાય છે. ગુજરાતના રાજકોટમાં આરતીમાં ભાગ લેતા રાહુલ ગાંધીનો એક જૂનો વિડિયો ખોટો દાવો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના નેતાએ જ્યારે તેમને આરતીની થાળી પસાર કરવામાં આવી ત્યારે તેમણે હિન્દુ ધાર્મિક વિધિ કરવાનો ઈન્કાર કર્યો હતો. બૂમની સત્ય તથા તથ્યની તપાસમાં આ વાત સામે આંખે ઉડીને વળગે છે જેમાં જાણવા મળે છે કે મૂળ (ઓરીજીનલ) વિડિયોમાં, ગાંધીને પહેલા આરતી કરતા જોઈ શકાય છે અને પછી તેઓ તેમની બાજુમાં ઊભેલા લોકોને આરતીની થાળી પસાર કરે છે. આ ક્રમ વાયરલ ક્લિપમાંથી એડિટ કરવામાં આવ્યો છે. 150 દિવસ લાંબી ભારત જોડો યાત્રાના 21મા દિવસે રાહુલ ગાંધી અને અન્ય અગ્રણી કોંગ્રેસી નેતાઓ કેરળ રાજ્યમાંથી પસાર થઈ રહ્યા છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ પદયાત્રા 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચવાની છે અને તે યાત્રાના અંતિમ બિંદુ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર પહોંચે તે પહેલાં તે ઘણા રાજ્યોમાંથી પસાર થશે. 23 સેકન્ડની આ કથિત વાયરલ કરવામાં આવેલી વિડીયો ક્લિપમાં, રાહુલ ગાંધી નવરાત્રી દરમ્યાનની આરતી સમયે ઉભા દેખાય છે અને તેમની જમણી બાજુની વ્યક્તિ આરતીની થાળી સીધી રાહુલ ગાંધીની બાજુમાં ઉભેલી બીજી અન્ય વ્યક્તિને પસાર કરે છે. ક્રોપ કરેલા વીડિયોને કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે, "The way Rahul Gandhi denied to take Aarti and perform the rituals... He again proved from which commun!ty he belongs #Navratri #BharatTodoYatra" - અર્થાતઃ - "જે રીતે રાહુલ ગાંધીએ આરતી લેવા અને ધાર્મિક વિધિ કરવાનો ઇનકાર કર્યો... તેમણે ફરીથી સાબિત કર્યું છે કે તેઓ કયા સમુદાયના છે! #Navratri #BharatTodoYatra" જોવા માટે અહીં ક્લિક કરો જોવા માટે અહીં ક્લિક કરો આ જ વીડિયોને ફેસબુક પર પણ આ જ દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે ફેક્ટ ચેક બૂમ એ તપાસ કરી શોધી કાઢ્યુ હતુ કે આ વિડીયો ક્રોપ કરેલો છે અને અસલ વિડીયોમાં રાહુલ ગાંધી આરતી કરતા દેખાય છે અને પછી તેની પાસે ઉભેલા વ્યક્તિને આરતીની થાળી આપે છે. આ ભાગ કાપીને વાયરલ કરવામાં આવેલી વિડીયો ક્લિપ થકી જોનાર વ્યક્તિને ગેરમાર્ગે દોરનારો દાવો કરવામાં આવ્યો છે. આ શોધવા માટે તેને લગતા કિવર્ક જેમ કે ''Rahul Gandhi' 'puja' 'aarti' સર્ચ કરાયા હતા તેમજ રીવર્સ ઈમેજ સર્ચનો ઉપયોગ કરાયો હતો જેને કારણે 52 સેકન્ડનો ઓરીજીનલ વિડીયો મળી આવ્યો હતો જેમાં થાળ બીજાને આપતા પહેલા ગાંધી આરતી કરતા દેખાય છે. પત્રકાર સુપ્રિયા ભારદ્વાજે આ 52 સેકન્ડનો વિડીયો 27 સપ્ટેમ્બર 2017ના ટ્વીટ કર્યો હતો જેના કેપ્શનમાં "#RahulGandhi performed puja at Garba pandal in Rajkot.." લખ્યું હતુ. અત્રે જોઈ શકાય છે કે વિડીયોની શરૂઆતથી જ રાહુલ ગાંધીના હાથમાં આરતીનો થાળ છે અને બાદમાં તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આરતીનો થાળ આપે છે. જોવા માટે અહીં ક્લિક કરો આ જ 52 સેકન્ડસનો વિડીયો કોંગ્રેસના અન્ય અગ્રણીઓએ પણ 2017 સપ્ટેમ્બરમાં ટ્વીટ કર્યો હતો, તે સમયે ગુજરાતની ચૂંટણી જાહેર થવામાં હતી. રાહુલ ગાંધીએ પોતે પણ 27 સપ્ટેમ્બર 2017ના તે વિડીયો ટ્વીટ કરીને "The day ends well with Garba in Rajkot" અર્થાત, "(આજનાં) દિવસનો અંત રાજકોટમાં ગરબા સાથે સારી રીતે થયો" લખ્યુ હતુ. તેની સાથે બીજા ફોટામાં તેમના હાથમાં આરતીનો થાળ દેખાય છે. રાહુલ ગાંધી 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા અને આ સમયે જામનગર અને રાજકોટમાં અલગ અલગ 5 મંદિર તેમજ ગરબી સ્થળોએ જઈને આરતી કરી હતી.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software