Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વરસાદના વાતાવરણમાં હાઈ-વે પર ઘણા અકસ્માતો સર્જાતા હોય છે. સોશ્યલ મીડિયા પર આવા જ એક અસ્કામતનો વિડીયો ખુબ શેર થઈ રહ્યો છે. યુઝર્સ બાઈક સવારના અકસ્માતનો વાયરલ વિડીયો ગુજરાત વલસાડના NH-48 ખાતે બાઈક સવારનું અકસ્માત થયું હોવાનો દાવો કરી રહ્યા છે. ફેસબુક પર “વલસાડ:-વાપી… N.H…48” ટાઇટલ સાથે Zee Newsની વિડીયો કલીપ શેર કરવામાં આવેલ છે. વિડીયોમાં રસ્તા ભીના હોવાના કારણે બાઈક સવાર સ્લીપ થઈને પડે છે તે સમયે પાછળથી આવનાર ટ્રક સાથે અથડાતા બચી જાય છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં બનેલ ઘટના ગુજરાતમાં પૂરના પાણી માંથી ડ્રાઇવર ગાડી પસાર કરી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાત વલસાડના નેશનલ હાઇવે 48 ખાતે બાઈક સવારના અકસ્માતના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ndtv અને યુટ્યુબ ચેનલ TRT World Now દ્વારા જાન્યુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો અને અહેવાલ જોવા મળે છે. અહીંયા મળતી માહિતી અનુસાર, આ ઘટના મલેશિયા ખાતે બનેલ છે. યુઝર દ્વારા તેની કાર માંથી આ વિડીયો લેવામાં આવેલ છે, અહીંયા બાઇક સવાર રોડ પર પટકાયા બાદ દોડીને પાછળ આવી રહેલા ટ્રકથી દૂર ભાગે છે. વરસાદી વાતારવરણના કારણે રસ્તાઓ ભીના હોવાથી આ અકસ્માત સર્જ્યો છે.
આ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા અન્ય મીડિયા રિપોર્ટ તેમજ msn વેબસાઈટ પર 24 જાન્યુઆરી 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, આ ઘટના મલેશિયાના સેલનગોર રાજ્ય ખાતે ભારે વરસાદના કારણે બનેલ છે. યુઝર દ્વારા લખવામાં આવ્યું છે કે આ અકસ્માત તેમની નજર સામે થયો છે, પરંતુ સદ્દનસીબે કોઈપણ જાનહાની થયેલ નથી.
ગુજરાત વલસાડના નેશનલ હાઇવે 48 ખાતે બાઈક સવારના અકસ્માતનો વાયરલ વિડીયો ખરેખર જાન્યુઆરી 2022માં મલેશિયા ખાતે લેવામાં આવેલ છે. મલેશિયાના સેલનગોર રાજ્ય ખાતે જાન્યુઆરીમાં વરસાદી માહોલમાં આ અકસ્માત સર્જ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટના ગુજરાત વાપી-વલસાડ હાઇવે હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Media Report Of Ndtv and TRT World Now on 26 Jan 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
July 4, 2024
Dipalkumar
July 10, 2024
Prathmesh Khunt
October 6, 2022