Fact Check
અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
અમદાવાદ શહેરના અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે કેટલાક વિડિઓ અને તસ્વીર શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયા દ્વારા અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ શરૂ થયા પહેલા જ તૂટી પડ્યો હોવાના દાવા સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે સુરતના આપ નેતા ધ્રુવ સમેત્રા દ્વારા અજીત મિલ નજીક આવેલ મેટ્રો ટ્રેનનો બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જો…કે પાછળથી આ પોસ્ટ ડીલીટ કરવામાં આવેલ છે.
ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
અમદાવાદમાં અજીત મિલ નજીલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia દ્વારા 20 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ મહારાષ્ટ્ર નાગપુરમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે.
આ પણ વાંચો :- શું ખરેખર સરકારી કર્મચારીઓ હવે RSS સાથે જોડાઈ શકે છે? જાણો ક્યાં રાજ્યએ પ્રતિબંધ હટાવ્યો છે.
નાગપુરમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા નાગે ગુગલ સર્ચ કરતા aninews, economictimes, nagpurtoday અને indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ 19 ઓકોટબર મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં બાંધકામ હેઠળના ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો..કે આ ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી.
NHAI જનરલ મેનેજર નરેશ વાડેતવારના જણાવ્યા અનુસાર બ્રિજ ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે, અને તેના રિપોર્ટના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.
અમદાવાદ અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા અંગે ગુગલ સર્ચ કરતા gujaratsamachar દ્વારા 13 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ અજિત મીલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજની નીચે ભૂવો પડી જતા બ્રિજ નીચેથી પસાર થવાનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ બ્રિજનું કામ પણ છેલ્લા ચાર વર્ષથી પૂર્ણ થવાનું નામ લેતું નથી. જયારે અજીત મિલ નજીક ઓવર બ્રિજ તૂટી પડવા અંગે કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.
Conclusion
અમદાવાદમાં અજીત મિલ નજીક આવેલ ઓવર બ્રિજ તૂટી પડ્યો હોવાના ભ્રામક દાવા સાથે નાગપુરમાં બનેલ ઘટનાની તસ્વીર અને વિડિઓ શેર કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કોઈપણ ઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બનેલ નથી. 19 ઓકરોબરના મહારાષ્ટ્રના નાગપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હતો.
Result :- False
Our Source
aninews
economictimes
nagpurtoday
indiatoday
timesofindia
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044