Fact Check
ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવા અંગે ભ્રામક પોસ્ટ વાયરલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ધમધમાટ શરૂ થઈ ગયા છે. હાલમાં આગામી ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા ગુજરાતમાં નવા મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે, ત્યારે આ વખતે ગુજરાતમાં આપ, ભાજપ અને કોંગ્રેસ ત્રણ પક્ષો વચ્ચે હરીફાઈ રહેશે. સોશ્યલ મીડિયા પર આગામી ચૂંટણીના ઉમેદવારો અને મુખ્યમંત્રીના ચહેરા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ક્રમમાં ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર થઇ હોવાની વાત ચર્ચામાં છે.
ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થયેલ છે. 12 ડિસેમ્બર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ અને 27 ડિસેમ્બરના મતદાન થવાનું હોવાના દાવા સાથે GSTV ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. “ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2021” ટાઇટલ સાથે ફેસબુક અને morbimirror ન્યુઝ વેબસાઈટ દ્વારા આ ભ્રામક પોસ્ટ કરવામાં આવેલ છે.
વાયરલ પોસ્ટ સાથે ગ્રામ પંચાયત ચૂંટણી અંગે જાહેર થયેલ તારીખો
- 5 ડિસેમ્બરના ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
- 10 ડિસેમ્બરના ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ
- 14 ડિસેમ્બર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
- 27 ડિસેમ્બરના મતદાન યોજાશે
- 29 ડિસેમ્બરના ચૂંટણીના પરિણામો જાહેર થશે(
(crowdtangle data)
Factcheck / Verification
ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ 10318 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત ચૂંટણી અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા divyabhaskar, abplive, news18 અને iamgujarat દ્વારા નવેમ્બર 2016ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ રાજ્યની10318 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 27 ડિસેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગે કરી હતી.
આ પણ વાંચો :-પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મહિલાએ નવું LPG કેન્ક્શન સ્વીકારવાની ના પાડી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
જયારે, ગુજરાત ચૂંટણી આયોગની ઓફિશ્યલ વેબસાઈટ અને ટ્વીટર એકાઉન્ટ પર પણ ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હોવા અંગે કોઈપણ માહિતી પોસ્ટ કરવામાં આવેલ નથી. જે બાદ સચિવાલય તરફથી 2016માં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણી પર પ્રકાશિત કરવામાં આવેલ અખબારી યાદી જોવા મળે છે, જે મુજબ રાજ્યની 10318 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી 27 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપભેર વધતાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રખાઇ હતી. બીજી લહેરને લીધે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે. 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે.
Conclusion
ગુજરાતમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાનો ભ્રામક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. 2016માં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખો સાથે ડિસેમ્બર 2021માં ગ્રામ પંચાયત ચૂંટણી થવાની હોવાનો ભ્રામક દાવો પોસ્ટ કરવામાં આવેલ છે. ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી અંગે કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
ગુજરાત ચૂંટણી આયોગ
divyabhaskar,
abplive
news18
iamgujarat
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044