schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું છે. વાયરલ ક્લિપમાં અશોક ગેહલોતને એમ કહેતા સાંભળી શકાય છે કે રામમાં ‘રા’ એટલે ભગવાન રામ અને ‘મ’ એટલે મોહમ્મદ.
ફેસબુક પર “આ કોંગ્રેસી માટે બે શબ્દો કહો” ટાઇટલ સાથે સીએમ અશોક ગેહલોતનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વિડિઓ 20 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, જયારે 200થી વધુ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
લાઈવ હિંદુસ્તાનના એક અહેવાલ મુજબ , ભૂતકાળમાં, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ ગેહલોતે કહ્યું હતું કે ભાજપના લોકો દેશમાં નવો તમાશો શરૂ કરે છે. હિંદુ-મુસ્લિમ સદીઓથી સાથે રહે છે, પરંતુ ભાજપ હિંદુ-મુસ્લિમને લડાવતા રહેશે. રિપોર્ટ અનુસાર, તેણે કહ્યું હતું કે એવી 100 જગ્યાઓ હશે જ્યાં RSSના લોકો વિવાદ ઉભો કરશે.
સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ ક્લિપ અંગે ગૂગલ કીવર્ડ સર્ચ કરતા દૈનિક ભાસ્કર દ્વારા 28 મે 2022ના રોજ પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનના નાગૌરમાં રામસ્નેહી સંપ્રદાયના વડા દરીયાવ ધામ રેનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાંના મંચ પરથી વિકાસ કાર્યો ઉપરાંત તેમણે કોમી રમખાણો અને હિંસા પર પણ પોતાના મંતવ્યો આપ્યા હતા.
અહેવાલ મુજબ, અશોક ગેહલોતે કહ્યું, “દર્યવજી મહારાજે કહ્યું હતું કે રામમાં “રા” એટલે રામ અને “મ” એટલે મોહમ્મદ છે. આવી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક હતા દરિયાવજી મહારાજ.
સીએમ અશોક ગેહલોતની યુટ્યુબ ચેનલ પર 28 મે 2022 ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વિડિયો જોવા મળે છે. વિડીયોમાં સીએમ ગેહલોત હાથમાં કાગળ લઈને વાંચે છે, “દર્યવજી મહારાજે કહ્યું હતું કે રામમાં ‘રા’ શબ્દનો અર્થ રામ અને ‘મ’ નો અર્થ મોહમ્મદ છે. આવી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક હતા દરિયાવજી મહારાજ. શું આપણે રામભક્ત નથી, શું આપણે હિન્દુ ભક્ત નથી? મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે મને ગર્વ છે કે હું હિંદુ છું, પરંતુ અન્ય ધર્મોનું સન્માન કરવું એ મારો ધર્મ છે, પછી તે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી કે જૈન હોય. એમાં ખોટું શું છે? આપણે બધા હિન્દુ છીએ. આપણને ગર્વ છે કે આપણે હિંદુ છીએ, પણ એનો અર્થ એ નથી કે આપણે બીજા ધર્મોનું અપમાન કરીએ.
ઉલ્લેખનીય છે કે રામસ્નેહી સંપ્રદાયનું વર્ણન ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA)ની વેબસાઈટ પર કરવામાં આવ્યું છે, જે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે . વેબસાઈટ અનુસાર, રાજસ્થાનનો નાગૌર જિલ્લો સદીઓથી સંતો અને ભક્તોની પવિત્ર ભૂમિ તરીકે જાણીતો છે. આ સંતોએ વિવિધ સંપ્રદાયોને અસ્તિત્વમાં લાવ્યા, જેમાં રામસ્નેહી સંપ્રદાયનો મોટો ફાળો છે. વેબસાઈટ અનુસાર, રામસ્નેહી સંપ્રદાયે સ્થાનિક ભાષામાં ધર્મનો અર્થ સમજાવીને સામાન્ય માણસને એક દોરામાં બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે.
ઉત્તરાખંડમાં બનેલ બસ અક્સ્માતના સંદર્ભમાં ટ્વીટર પર અન્ય કેટલીક તસવીરો પણ વાયરલ થયેલ છે, જે અંગે newschecker હિન્દી ટીમના Shubham Singh દ્વારા 1 જુનના પ્રકાશિત કરવામાં આવેલ છે.
સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ ક્લિપ તદ્દન ભ્રામક છે. સીએમ ગેહલોત રામસ્નેહી સંપ્રદાયના દર્યાવજી મહારાજને ટાંકીને બોલી રહ્યા હતા. જે અધૂરો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Our Source
Report Published by Dainik Bhaskar on May 28, 2022
Video Uploaded by Ashok Gehlot Youtube Channel on May 28, 2022
Article Published on IGNCA Website
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
August 14, 2023
Prathmesh Khunt
December 7, 2021
Prathmesh Khunt
August 22, 2022
|