schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Coronavirus
રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણ (Covid 19 news) ના 7 હજાર 897 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા વધીને 7 લાખ 14 હજાર 423 થઈ ગઈ છે. આ સિવાય વાયરસ સંક્રમણને કારણે વધુ 39 દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 11 હજાર 235 સુધી પહોંચી ગયો છે. Oxygen
કોરોના વાયરસના વધતા સંક્ર્મણ વચ્ચે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લવિંગ, કપૂર, અને અજમાથી બનાવેલ પોટલી સૂંઘતા ઓક્સિજન લેવલમાં વધારો થશે. હાલમાં કોરોના કેસ વધતા Oxygen ની અછત થયેલ છે, આ દરમિયાન કેટલાક ઘરેલુ ઉપચાર પણ લોકો જણાવતા હોય છે. જે સંદર્ભે કપૂર અને લવિંગની પોટલી બનાવી સુંઘવાના નુસખા પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યા છે.
Oxygen લેવલ બુસ્ટ કરવા માટે આપવામાં આવેલ ઉપચાર અંગે વધુ તપાસ કરવા માટે અમે WHO ની સત્તાવાર વેબસાઇટ COVID-19 myth buster પર આ અંગે તપાસ કરતા કોરોના અંગે કેટલીક માહિતી જોવા મળે છે.
WHO અનુસાર, હજુ સુધી કોરોના વાયરસ રોકવા માટે કોઈપણ દવા કે રસી 100% કારગર સાબિત થઈ નથી. હાલમાં અલગ-અલગ દેશ દ્વારા બહાર પાડવામાં આવેલ રસી માત્ર કોરોના વાયરસ સામે લડવા માટે મદદરૂપ છે. વાયરસના ઉપચાર અંગે હાલ કોઈ ચોક્કસ સમાધાન નથી, માત્ર જાહેર જગ્યા પર ભીડ થી દૂર રહેવું અને માસ્ક તેમજ સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો.
વાયરલ દાવા અંગે વધુ જાણકારી Centers for Disease Control and Prevention વેબસાઈટ પર તપાસ શરૂ કરી, પરંતુ કપૂર અને લવીંગ અંગે વાયરલ થયેલ દાવા પર કોઈપણ માહિતી જોવા મળતી નથી. Oxygen
કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના દાવા પર અમે ડો. મહોમ્મ્દ ઇમરાન સાથે વાતચીત કરી, જે એક આયુર્વેદિક ડોકટર છે. તેમણે જણાવ્યું કે આ માત્ર એક અફવા છે, આ અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે કપૂર અને લવિંગ સુંઘવાથી કોરોના ખતમ થશે અથવા ઓક્સિજન લેવલમાં વધારો થશે. હા પરંતુ કપૂર અને લવિંગ સ્વાસ્થ્ય માટે બીજા અર્થે લાભદાયી છે, પરંતુ કોરોના સંદર્ભે આ બાબતે કોઈ પ્રમાણ નથી.
આ પણ વાંચો :- મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે
University of Szeged દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ” કેટલાક લોકો પર કપૂર, નીલગીરી અને મેન્થોલની વરાળ સુંઘવા સાથે અનુભવાતી સંવેદના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સાબિત થાય છે કે કપૂર, લંગ, અજવાઈન અને નીલગિરી તેલ સુંઘવાથી Oxygen નું પ્રમાણ વધે છે તે ખોટું છે. તેનો ઇન્હેલેંટ તરીકે ઉપયોગ કરવામાં પણ ખૂબ કાળજી લેવી જોઈએ કારણ કે બજારમાં ઉપલબ્ધ મોટાભાગના કપૂર કૃત્રિમ રીતે ઉત્પન્ન થાય છે જે કોઈ આડઅસર પેદા કરી શકે છે.
આ ઉપરાંત ઓક્સિજન લેવલ કેટલું હોવું જોઈએ, કેટલી કાળજી લેવી જોઈએ તે અંગે વધુ માહિતી medicalnewstoday વેબસાઈટ પર પરીક્ષિત કરવામાં આવેલ અહેવાલમાં જોવા મળે છે.
કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજન લેવલ ઘટવા સામે ઘરેલુ ઉપચાર કપૂર અને લવિંગ સુંઘવાથી ઓક્સિજન લેવલમાં વધારો થાય છે, આ દાવા સાથે કરવામાં આવેલ સોશ્યલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. WHO તેમજ ડોક્ટરની સલાહ મુજબ આ પ્રકારે કોઈપણ ઉપચાર સાથે Oxygen લેવલમાં વધારો થતો નથી. વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.
medicalnewstoday
University of Szeged
Centers for Disease Control and Prevention
COVID-19 myth buster
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar
February 11, 2025
Dipalkumar
February 4, 2025
Komal Singh
October 15, 2024
|