Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ
Fact : વાયરલ પોસ્ટ વર્ષ 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા યોજાયેલ રીરુદ્ર સ્તોત્રમનો પાઠનો વિડીયો છે.
અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ કરવામાં આવી રહ્યા હોવાના દાવા સાથે એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક યુઝર્સ “રુદ્ર પૂજા અમેરિકા વાઈટ હાઉસ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ ચાલી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વીડિયોના કીફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા આ વિડિયો 16 જુલાઈ 2018ના રોજ વર્લ્ડ ઑફ ડિવાઈન નામના ફેસબુક પેજ પર પોસ્ટ થયેલો જોવા મળે છે.
અહીંયા જોવા મળતી માહિતી મુજબમ ક્રોએશિયામાં 400થી વધુ યુરોપિયનો દ્વારા શ્રી રુદ્ર પાઠ કરવામાં આવ્યા હતા. યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા વિશ્વ શાંતિ માટે યુરોપમાં ઘણી જગ્યાએ આ પાઠ કરવામાં આવ્યા હતા. આ અંગે 14 મે 2018ના રોજ સ્વામી પરિપૂર્ણાનંદ દ્વારા અંગ્રેજી ભાષામાં સમાન વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રોગ્રામનું વર્ણન યુરોપિયન વૈદિક એસોસિએશનની વેબસાઇટ પર પણ આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટ 3 થી 4 માર્ચ 2018ના ક્રોએશિયાના ઝાગ્રેબમાં યોજાઈ હતી. રુદ્રમ 11 એ યુરોપમાં 11 જુદા જુદા સ્થળોએ કીર્તનનું આયોજન કરવાના ઉદ્દેશ્ય સાથેનો એક વૈદિક સંઘ પ્રોજેક્ટ છે. આ મહાન સ્તોત્રો વિવિધ સ્થળોએ 121 વખત ઉચ્ચારવામાં આવશે અને ઘણા ભક્તો તેના પવિત્ર પડઘાને સમગ્ર યુરોપીયન ઉપખંડમાં ફેલાવશે.
અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ ચાલી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોસ્ટ વર્ષ 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા યોજાયેલ રીરુદ્ર સ્તોત્રમનો પાઠનો વિડીયો છે.
Our Source
Facebook post by World Of Divine on July 16, 2018
Facebook post by Swami Paripoornananda – English on May 14, 2018
Information on the Veda Union website
(આ પણ વાંચો : અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ અંગે ન્યૂઝચેકર મલયાલમ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044