schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
બંગાળની ખાડીમાં સર્જાયેલ અસાની વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઓડિશા આ ત્રણ રાજ્યમાં દેખાઈ રહી છે. સોશ્યલ મીડિયા પર ચક્રવાત અને ભારે પવન ફૂંકાવાના વિડિઓ જોવા મળી રહ્યા છે. જે ક્રમમાં ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયેલા છે, જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાની ઘટના અંગે વધુ એક વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક પર “ઓરિસ્સા” ટાઇટલ સાથે ભારે પવન ફુંકાવાનો વિડિઓ શેર થઈ રહ્યો છે. વિડીઓમાં એક હોટેલના ટેબલ અને ખુરશીઓ ભારે પવનના કારણે ઉડી રહ્યા છે.
ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા dbpnews, timesnownews અને news18 દ્વારા વાયરલ વિડીઓના સંદર્ભમાં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, ગુરુવારે, 5 મેના કર્ણાટકમાં ભારે વરસાદ, તોફાની પવનોના કારણે હુબલ્લી એરપોર્ટ નજીકની સ્ટાફ કેન્ટીન ખાતે સમાન હવામાં ઉડતા જોઈ શકાય છે. નોંધનીય છે કે હુબલ્લી એરપોર્ટ કર્ણાટકમાં આવેલ છે.
હુબલ્લી એરપોર્ટ કેન્ટીન ખાતે આ ઘટના બનેલ હોવાની માહિતીના આધારે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર Hubballi-Dharwad Infra દ્વારા સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. જે સાથે આપવામાં આવેલ મુજબ આ જગ્યા હુબલ્લી એરપોર્ટ નજીકની સ્ટાફ કેન્ટીન છે. ઉપરાંત, અન્ય ટ્વીટર યુઝર્સ દ્વારા પણ આ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.
અહીંયા ગુગલ મેપ પર હુબલ્લી એરપોર્ટ જોઈ શકાય છે. જ્યાં કેન્ટીનની કેટલીક તસ્વીરો પણ જોઈ શકાય છે.
ઓડિશામાં આવેલ અસાની વાવાઝોડાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ વાયરલ વિડિઓ કર્ણાટકના હુબલ્લી એરપોર્ટની સ્ટાફ કેન્ટીન ખાતે લેવામાં આવેલ છે. આસાની વાવાઝોડાની અસરના લીધે કર્ણાટકમાં પણ ભારે વરસાદ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. સોશ્યલ મીડિયા પર આ ઘટના ઓડિશામાં બનેલ હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Our Source
Media Reports of DBPnews, Timesnownews And News18 , 5 May 2022
Twitter Users Hubballi-Dharwad Infra
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
August 23, 2024
Dipalkumar
September 6, 2024
Dipalkumar
September 7, 2024
|