schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
એક તરફ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ તમામ વિવાદો વચ્ચે બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ બનાવી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને વિવિધ પ્રકારના વીડિયો, તસ્વીરો અને દાવાઓ વાયરલ થઈ રહ્યા છે.
એ ક્રમમાં 29 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હતો. ટ્વિટર યુઝર @AddictedforSRK એ આ વીડિયો “SRK સમર્થકોએ બોયકોટ ગેંગ બજરંગદલને માર માર્યો.” ટાઇટલ સાથે પોસ્ટ કર્યો છે.
આ અહેવાલ ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા 30 જાન્યુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ છે.
શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હોવાના દાવા અંગે કેટલાક કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવા પર અમને 28 જાન્યુઆરી 2022ના રોજ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આ ઘટના સંબંધિત એક વીડિયો રિપોર્ટ જોવા મળે છે. અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના માધો સિનેમા પેલેસમાં પઠાણ ફિલ્મ જોવા આવેલા બે જૂથો વચ્ચે ઠંડા પીણાને લઈને બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. અમર ઉજાલા , પ્રભાત ખબર , આજતક જેવી મીડિયા સંસ્થાઓએ પણ તેમની વેબસાઈટ પર આ સમાચાર પ્રકાશિત કર્યા છે.
આ મામલે વધુ માહિતી માટે અમે માધો સિનેમા પેલેસના માલિક કમલેશ અગ્રવાલ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “પઠાણ ફિલ્મનો છેલ્લો શો 25 જાન્યુઆરીએ રાત્રે 9:30 વાગ્યે ચાલી રહ્યો હતો, જે લગભગ 12:30 વાગ્યા સુધી ચાલવાનો હતો. ફિલ્મ દરમિયાન કેન્ટીન પાસે બે છોકરાઓ વચ્ચે કોલ્ડ ડ્રિંક્સને લઈને ઝઘડો થયો હતો, જે બાદ બન્ને વચ્ચે મારામારી પણ થઈ હતી.”
જ્યારે અમે અમરોહાના ડીએસપી વિજય કુમાર રાણા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, “કોલ્ડ ડ્રિંકના વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. લડતા પક્ષો એક જ સમુદાયના છે. આ ઘટનામાં કાર્યવાહી કરતા પોલીસે મુખ્ય આરોપી સલમાન અને રિયાઝુની કલમ 151 હેઠળ ધરપકડ કરી હતી અને શાંતિ ભંગ કરવાના આરોપમાં તેમને જેલમાં મોકલી દીધા હતા.
શાહરૂખ ખાનના ચાહકોએ થિયેટરમાં જ બજરંગ દળના લોકોને માર માર્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ફિલ્મ દરમિયાન કેન્ટીન પાસે બે છોકરાઓ વચ્ચે કોલ્ડ ડ્રિંક્સને લઈને ઝઘડો થયો હતો. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને બજરંગ દળના માણસ સાથે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Media Reports from Time Of India, On Jan 2023
Conversation with Madho Cinema Place Owner Mr Kamlesh Aggarwal, Jan 2023
Conversation with DSP, CO City Amroha Vijay Rana, Jan 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
May 10, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 31, 2023
|