schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના ભાજપમાં જોડાયા
Fact : શૌચાલયના શિલાન્યાસ સમારોહમાં જામા મસ્જિદના શાહી ઈમામ હાજર હતા આ ઘટનાને સોશ્યલ મીડિયા યુઝર્સ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ અહમદ બુખારી ભાજપમાં જોડાઈ ગયા છે. આ વીડિયો એક સમારંભનો છે, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ ડૉ. હર્ષવર્ધન શાહી ઈમામ સાથે જોવા મળે છે. કેટલાક અન્ય લોકો પણ છે. શાહી ઈમામ અને ડૉ.હર્ષવર્ધનને પુષ્પહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેની પાછળ એક પોસ્ટર છે જેમાં પીએમ મોદી, હર્ષવર્ધન અને શાહી ઈમામની તસવીરો છે.
આ પણ વાંચો : જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના ભાજપમાં જોડાયા હોવાના વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો.
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ અહમદ બુખારી ભાજપમાં જોડાઈ ગયા હોવાના દાવા અંગે કીવર્ડ્સ સર્ચ કરતા અમને આ સમારોહની ઘણી તસવીરો અને વીડિયો ડૉ. હર્ષવર્ધનના ટ્વિટર હેન્ડલ પર જોવા મળે છે. તેમણે 11 માર્ચે આ તસવીરો અને વીડિયો શેર કરતા સાથે જણાવ્યું હતું કે તેમણે તેમના સાંસદ ફંડથી જામા મસ્જિદના ગેટ નંબર 1 પાસે એક શૌચાલય બનાવ્યું અને તેનો શિલાન્યાસ કર્યો છે.
અન્ય એક ટ્વિટમાં હર્ષવર્ધને જણાવ્યું છે કે શિલાન્યાસ સમારોહમાં તેમની સાથે શાહી ઈમામ બુખારી અને કેટલાક અન્ય લોકો હાજર હતા. હર્ષવર્ધને શાહી ઈમામ ભાજપમાં જોડાયા હોવાનો ઉલ્લેખ કરેલો નથી.
દાવાની સત્યતા જાણવા અમે દિલ્હીની જામા મસ્જિદનો પણ સંપર્ક કર્યો હતો. અમે મસ્જિદના સહાયક પીઆરઓ મોહમ્મદ અન્સાર ઉલ હક સાથે વાત કરી. તેમણે અમને એમ પણ કહ્યું કે શાહી ઈમામનો ભાજપમાં જોડાવાનો દાવો ખોટો છે.
અંસાર ઉલ હકે કહ્યું કે આ વીડિયો શૌચાલયના શિલાન્યાસ સમારોહનો છે, જેનું નિર્માણ ડૉ. હર્ષવર્ધન દ્વારા તેમના પોતાના ભંડોળથી કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શાહી ઈમામ પણ પહોંચ્યા હતા. અંતે, અમે ખાતરી કરવા માટે દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા સાથે પણ વાત કરી. સચદેવાએ પણ આ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો હતો.
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ડૉ. હર્ષવર્ધન દ્વારા સાંસદ ફંડથી જામા મસ્જિદના ગેટ નંબર 1 પાસે એક શૌચાલય બનાવ્યું અને તેના શિલાન્યાસ સમારોહમાં જામા મસ્જિદના શાહી ઈમામ પણ હાજર રહ્યા હતા, આ ઘટનાને સોશ્યલ મીડિયા યુઝર્સ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Our Source
Tweets of Dr Harshwardhan, posted on March 11, 2023
Quotes of PRO of Jama Masjid and Delhi BJP working president
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
March 20, 2023
Prathmesh Khunt
November 23, 2022
Prathmesh Khunt
November 21, 2022
|