About: http://data.cimple.eu/claim-review/18d791c71fd27b18396beaa0bfe51bb3ffd41296dd6828922e4aaf21     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Claim – નાણામંત્રી નિર્મલા સીતારમણનો ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ પર ટીકા-રમૂજી પ્રેસ કૉન્ફર્નસવાળો વીડિયો વાઇરલ Fact – વાઇરલ વીડિયો ડીપફૅક છે. વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. દાવો ગેરમાર્ગે દોરનારો છે. સોશિયલ મીડિયામાં નાણામંત્રી સીતારમણ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ વિશે કેટલીક કટાક્ષયુક્ત ટિપ્પણીઓ કરતો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં તેઓ જીએસટી મામલે સરકાર આંકડાઓ જાહેર નહીં કરશે સહિતની વાતો કરવામાં આવી રહી છે. તેમાં નાણામંત્રીનો ચહેરો છે અને સામે કેટલાક મીડિયાના માઇક રાખવામાં આવેલ છે, જેથી એવું દર્શાવાઈ રહ્યું છે કે તે મીડિયા સમક્ષ વાત કહી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ. Fact Check/Verification સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર ચિરાગ પટેલ નામના યુઝર દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેની અમે તપાસ કરતા તેમણે ટ્વિટની નીચે જ જે વ્યક્તિનો ઑરિજિનલ વીડિયો છે તેનું હૅન્ડલ પણ મૂકેલ છે. અમે ગરિમા નામના યુઝરના એ હૅન્ડલની તપાસ કરતા અમને તેમની એક પોસ્ટ જોવા મળી. જેમાં તેઓ ખુદ એ વાતની સ્પષ્ટતા કરતા જોવા મળ્યા કે, તેમણે એક જીએસટી મામલે એક કટાક્ષયુક્ત વીડિયો બનાવ્યો હતો પરંતુ કોઈએ તેની સાથે ડિજિટલી છેડછાડ કરીને તેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણનો ચહેરો લગાવી તેને વાઇરલ કરી દીધો છે. તેમણે તેમનો ઑરિજિનલ વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં તેમનો અસલી ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. 8 જુલાઈ-2024ના રોજ ઑરિજિનલ વીડિયો પોસ્ટ સાથે તેમણે લખ્યું હતું કે, “નિર્દયા રમન રાઘવજી સાથે જીએસટી ક્લાસ…આખો વીડિયો યુટ્યુબ પર જોઈ શકો છો. લિંક આપી રહી છું.” જોકે, 9 જુલાઈ-2024ના રોજ તેમણે આ વીડિયોની પોસ્ટને ટૅગ કરીને એક સ્પષ્ટતા કરતું ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું, “તમામને કહેવા માગુ છું કે આ મારો ઑરિજનલ વીડિયો નથી. કેટલાક દિવસથી AI દ્વારા બનાવાયેલો એક વીડિયો મારા નામ સાથે વાઇરલ કરી દેવાયો છે.હું તમામને વિનંતી કરું છું કે ડિજિટલી છેડછાડ કરાયેલો વીડિયોને વાઇરલ ન કરશો. મારે તે વીડિયો સાથે કોઈ નિસ્બત નથી.” ઑરિજિનલ વીડિયો કોનો છે તેમાં શું છે? ગરિમા નામના યુઝર દ્વારા એક સટાયર એટલે કે રાજકીય બાબતો પર કટાક્ષયુક્ત કરતો વીડિયો છે. ગરિમા ખુદને એક કૉન્ટેન્ટ ક્રિએટર ગણાવે છે. વીડિયોમાં જીએસટીને ગોપનીય સૂચના ટૅક્સ તરીકે લૅબલ કરવામાં આવ્યો છે. અને તેમાં રાજકીય બાબતો ખાસ કરીને તાજેતરમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા વધારવામાં આવેલા ટૅરિફ પર તથા સરકારની જીએસટી કલેક્શન અને આવક પર રમજૂ કરવામાં આવી છે. સોશિયલ પ્લૅટફૉર્મ X દ્વારા હવે પોસ્ટ અને વીડિયોને ‘મૅનિપ્યુલેટ મીડિયા’ તરીકે લૅબલ કરી દેવાયું છે. ગુજરાત પોલીસે એફઆઈઆર દાખલ કરી અત્રે નોંધવું કે આ મામલે ગુજરાત પોલીસે એફઆઈઆર પણ દાખલ કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ડીપફેક વીડિયો વાઇરલ કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરવું અસ્વિકાર્ય છે. આવા વીડિયોના શિકાર ન બનો અને સત્યના માર્ગે રહો. એક સાથે આપણે ડિસઇન્ફર્મેશન અને મિસઇન્ફર્મેશન સામે લડી શકીશું.” દરમિયાન, અમદાવાદ પોલીસે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ચિરાગ પગેલ નામના યુઝર સામે આઈટીએક્ટની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી દેવાઈ છે. Read Also – Fact Check- રામ મંદિર બાદ ફ્લાઇટની છતમાંથી પણ વરસાદનું પાણી ટપકતું હોવાનો વાઇરલ વીડિયો જૂનો Conlcusion દાવાની તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે વાઇરલ વીડિયો એક ડીપફેક વીડિયો છે. અન્ય યુઝર દ્વારા પોસ્ટ કરાયેલ સયાટર વીડિયો સાથે ડિજિટલી છેડછાડ કરવામાં આવી છે. અને પોલીસ સત્તાધિશોએ વીડિયો ડીપફેક હોવાની પુષ્ટિ પણ કરી છે તથા ફરિયાદ પણ દાખલ કરી છે. Result – Altered Media Sources News Report by Scroll, dated, 9 July, 2024 Ahmedabad Police Youtube Video by Garima, dated 8 July, 2024 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software