schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
કતરના અલ બાયત સ્ટેડિયમમાં ગઈ કાલે ભવ્ય, આકર્ષક અને સંગીતમય ઉદઘાટન સમારોહ સાથે ફૂટબોલ વર્લ્ડ કપ-2022નો આરંભ કરવામાં આવ્યો. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાં કથિત રીતે પરંપરાગત આરબ પોશાકમાં બાળકોનું એક જૂથ સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરતા જોવા મળી રહ્યા છે.
કતરમાં સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરતા બાળકોના આ વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કતારમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપનો ઉદ્ઘાટન સમારોહ છે, જે 20 નવેમ્બર, 2022 થી શરૂ થવાનો હતો. ફેસબુક યુઝર્સ “જયારે કુઆઁનની તીલાવત સાથે ફિફા વલ્ડઁકપ-૨૦૨૨ની શરૂઆત થઇ” ટાઇટલ સાથે વાયરલ વિડીયો શેર કરી રહ્યા છે.
ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટેડિયમની અંદર કુરાનની આયતોનું પઠન કરવામાં આવ્યું હોવાના દાવા અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો
ફિફા વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહ અંગે ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે કે 20 નવેમ્બર રવિવારના રોજ ઉદ્ઘાટન સમારોહ દોહાથી 40 કિમી દૂર 60,000-ક્ષમતા ધરાવતા અલ બાયત સ્ટેડિયમમાં થશે. જે અંગે મીડિયા અહેવાલો અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
ત્યારબાદ અમે વાયરલ વિડિયોના કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અરબી ભાષમાં 23 ઓક્ટોબર 2021ની Instagram પોસ્ટ કરાયેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા જોવા મળતી માહિતી મુજબ, વિડીયો કતારમાં અલ-થુમામા વર્લ્ડ કપ સ્ટેડિયમનું ઉદઘાટન સમયે લેવામાં આવેલ છે.
મળતી માહિતીના આધારે “અલ થુમામા સ્ટેડિયમ ઓપનિંગ” અંગે કીવર્ડ સર્ચ કરતા કેટલાક અહેવાલો જોવા મળે છે. FIFA ના એક અહેવાલ અનુસાર, 23 ઓક્ટોબર, 2021ના રોજ, 40,000-ક્ષમતા ધરાવતું અલ થુમામા સ્ટેડિયમ કતારમાં 2022 વર્લ્ડ કપ માટે છઠ્ઠું ટુર્નામેન્ટ સ્થળ બનાવવામાં આવ્યું છે. અહીંયા સ્થાનિક અમીર કપ ઉદ્ઘાટન સમયે કુરાનની આયાતનું પઠન કરવામાં આવ્યું હતું.
ટ્વીટર પર 24 ઓક્ટોબર, 2021ના રોજ દોહા ન્યૂઝ દ્વારા આ ઇવેન્ટ અંગે પોસ્ટ કરવામાં ટ્વીટ જોઈ શકાય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “કતરે વર્લ્ડ કપ અલ થુમામા સ્ટેડિયમના ઉદ્ઘાટન વખતે તેની ઇસ્લામિક સંસ્કૃતિનો આ રીતે સમાવેશ કર્યો. બાળકો કુરાનની આયાત પરની કલમો વાંચતા જોવા મળ્યા હતા.
કતરમાં સ્ટેડિયમ ની અંદર કુરાનની આયતોનું પઠન કરતા બાળકોનો વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. ઓકોટબર 2021ના કતરના થુમામા સ્ટેડિયમ ખાતે સ્થાનિક અમીર કપ ઉદ્ઘાટન સમયે કુરાનની આયાતનું પઠન કરવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોને હાલમાં ફિફા વર્લ્ડકપના ઉદ્ઘાટન સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
Image analysis
Tweet by Doha News, October 24, 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
December 24, 2022
Prathmesh Khunt
December 22, 2022
Prathmesh Khunt
November 26, 2022
|