Fact Check
શું ખરેખર ગુજરાત ST દ્વારા 4000 કિમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવેલ છે?
ગુજરાત સરકાર દ્વારા સિનિયર સીટીઝન માટે અવનવી યોજનાઓ અને લાભ આપવામાં આવતા હોય છે. જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “65વર્ષી વધુ ઉમરના લોકો માટે રાજ્ય પરિવહન વિભાગ (ST Bus) દ્વારા સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવેલ છે.
ફેસબુક અને વોટસએપ ગ્રુપ પર “પુખ્ત વયના (૬૫ વર્ષ થી મોટી ઉંમરના) લોકો માટે (ST Bus) એસ.ટી.મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ ની યોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ ૪,૦૦૦ કિમી સુધીના પ્રવાસ દરમિયાન કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી. આ વ્યક્તિએ ફક્ત એકજ કામ કરવું એસ. ટી. મહામંડળની ઓફિસ પર જઈ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન સ્લીપ રૂ. ૫૫/- લઈ જવા અને આ સ્કીમ નો લાભ લેવો” દાવા સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ગુજરાત એસ.ટી.મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ યોજના અંતર્ગત 4000કિમી સુધી મફત મુસાફરીની સુવિધા ઉભી કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ન્યુઝ સંસ્થાન divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ મફત મુસાફરીની ખબર મળતા લોકો તપાસ માટે મહામંડળની ઓફિસે અથવા તો હોદ્દેદારો અને સભ્યોને ફોન કરવા માંડ્યા. આ અંગે વિગત આપતા એસ. ટી. કર્મચારી મંડળ, ભુજ વિભાગના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફેક મેસેજ છે. કોઇએ સાચું નહિ માનવું. આવી કોઈ જ યોજના જાહેર નથી થઈ. માટે કોઈએ ગેરમાર્ગે દોરાવું નહિ.
સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ 4000કિમી મફત પ્રવાસની ખબર ભ્રામક અને અફવા હોવાની જાણકારી મળતા વાયરલ પોસ્ટ વિષયે વધુ તપાસ કરતા ‘જાગો સુરત’ ફેસબુક ગ્રુપ પર ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ દ્વારા 18 ઓગષ્ટના જાહેર કરવામાં આવેલ પ્રેસનોટ જોવા મળે છે. એસ.ટી વિભાગ દ્વારા વાયરલ મેસેજ અંગે પ્રેસનોટ મારફતે સોશ્યલ મીડિયા પર ફરતા તમામ મેસેજ ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
ઉપરાંત, વાયરલ મેસજે અંગે વધુ જાણકારી માટે GSRTC જનસંપર્ક અધિકારી સાથે વાતચીત કરતા વાયરલ મેસેજ એક અફવા હોવાની માહિતી આપતા પ્રેસનોટ અંગે પણ અવગત કરવવામાં આવે છે. જે પરથી વાયરલ મેસેજ એક ફેક ન્યુઝ (અફવા) સાબિત થાય છે.
આ પણ વાંચો :- શ્રીનગરમાં ભારતીય આર્મી દ્વારા ફિલ્મી રીતે આતંકવાદી પકડ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
જયારે સિનિયર સીટીઝન માટે સ્માર્ટ કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા mumbaimirror અને thelivenagpur વેબસાઈટ પર પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મહારાષ્ટ્ર પરિવહન વિભાગ (MSRTC) દ્વારા 60 વર્ષની વધુ ઉમર ધરાવતા લોકો માટે સ્માર્ટકાર્ડની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે, જે યોજના હેઠળ સ્માર્ટકાર્ડ ધારક વાર્ષિક 4000કિમી સુધી અડધા ભાવે મુસાફરી કરી શકે છે.
Conclusion
ગુજરાત ST બસમાં સ્માર્ટકાર્ડ યોજના હેઠળ સિનિયર સીટીઝનને 4000 કિંમી મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હોવાની ભ્રામક અફવા ફેલાયેલ છે. ગુજરાત પરિવહન વિભાગ (GSRTC) દ્વારા પ્રેસનોટ મારફતે સોશ્યલ મીડિયા પર ફેલાયેલ સ્માર્ટકાર્ડ યોજના અંગેની માહિતી તદ્દન ભ્રામક અફવા હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
divyabhaskar
GSRTC
mumbaimirror
thelivenagpur
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044