schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : પીએમ મોદીની ડિગ્રી પર હસ્તાક્ષર કરનાર વાઇસ ચાન્સેલરનું નિધન 1981માં થયું હતું.
Fact : વાયરલ તસ્વીરમાં વાઇસ ચાન્સેલરના કાર્યકાળની તારીખ આપવામાં આવેલ છે. 1983માં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રી હતા
પીએમ મોદીની ડિગ્રીને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 2016માં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તાજેતરમાં, તેમણે ફરીથી વડા પ્રધાનની ડિગ્રી નકલી હોવાની શંકા વ્યક્ત કરી છે. 2016માં થયેલા હંગામા બાદ તત્કાલિન બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીના નામવાળી દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની એમ બે ડિગ્રીની નકલ લોકો સમક્ષ રજૂ કરી હતી.
હવે આ પૈકી ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. દાવો કરવામાં આવે છે કે મોદીની આ ડિગ્રી નકલી છે, કારણ કે 1983માં એનાયત કરાયેલી આ ડિગ્રી પર વાઇસ ચાન્સેલર કે. એસ. શાસ્ત્રીની સહી છે. પરંતુ તેમનું નિધન 1981માં જ થઈ ગયું હતું.
વાયરલ પોસ્ટમાં બે તસવીરો છે, જેમાંથી એક પર પીએમ મોદીનું નામ સાથેનું ડિગ્રી સર્ટિફિકેટ છે. આ ડિગ્રી ‘પોલિટિકલ સાયન્સ’ વિષયની છે અને ઇશ્યૂની તારીખ 30 માર્ચ, 1983 છે. ડિગ્રી પર એસ. શાસ્ત્રી નામના વાઇસ ચાન્સેલરની સહી છે. વાયરલ કોલાજની બીજી તસ્વીરમાં એક વ્યક્તિનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે અને તેની નીચે લખ્યું છે, “પ્રો. કે.એસ. શાસ્ત્રી”, વાઇસ ચાન્સેલર (22-08-1980 થી 13-07-1981).
વડા પ્રધાનની ડિગ્રી નકલી હોવાની શંકા વ્યક્ત કરતી પોસ્ટ અંગે અમે પ્રોફેસર ‘કે.એસ. શાસ્ત્રી’ અંગે ગૂગલ પર સર્ચ કરતા સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની વેબસાઈટ પર અમને યુનિવર્સિટીના અગાઉના તમામ વાઇસ ચાન્સેલરોની યાદી મળી છે. આ તમામ વાઈસ ચાન્સેલરોના નામની સાથે તેમના કાર્યકાળની તારીખો પણ વેબસાઈટ પર લખવામાં આવી છે.
તેમાંથી એક, પ્રોફેસર કે.એસ. શાસ્ત્રી પણ છે, જેમના નામ સાથે વાયરલ ફોટો અને કાર્યકાળની તારીખો વાયરલ પોસ્ટમાં જોઈ શકાય છે. ગુજરાત યુનિવર્સિટી અને VNSGU બંને અલગ-અલગ યુનિવર્સિટીઓ છે. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે, જ્યારે VNSGU સુરત શહેરમાં આવેલી છે. અહીં સ્પષ્ટ થાય છે કે કે.એસ. શાસ્ત્રી 1980 થી 1981 સુધી VNSGUના વાઇસ ચાન્સેલર હતા અને ગુજરાત યુનિવર્સિટીના નહીં.
વાસ્તવમાં, શાસ્ત્રી VNSGU પછી 1981માં જ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા હતા. તેઓ 1987 સુધી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર હાજર તમામ વાઇસ ચાન્સેલરની યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીની ડિગ્રી 1983ની છે. તે સમયે પ્રોફેસર કે.એસ. શાસ્ત્રી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. જો..કે.. VNSGUના કે.એસ. શાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના કે.એસ. શાસ્ત્રી બન્ને એક જ વ્યક્તિ છે.
‘SOMLALIT EDUCATION AND RESEARCH FOUNDATION‘ નામની અન્ય સંસ્થાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે તેના અધ્યક્ષ પ્રોફેસર કે.એસ. શાસ્ત્રી છે. વેબસાઈટ પર શાસ્ત્રીના ફોટા સાથે જણાવવામાં આવ્યું છે કે તેઓ ગુજરાત યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે.
પીએમ મોદીની ડિગ્રી પર સહી કરનાર વાઇસ ચાન્સેલરનું નિધન 1981માં થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીરમાં વાઇસ ચાન્સેલરના કાર્યકાળની તારીખ આપવામાં આવેલ છે. 1983માં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે.એસ.શાસ્ત્રી હતા, જેમના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ ડિગ્રી મેળવેલ છે. જો..કે ન્યૂઝચેકર અહીંયા સ્વતંત્ર રૂપે આ ડિગ્રી પ્રમાણપત્રની પ્રામાણિકતા અંગે ચકાસી શક્યા નથી.
Our Source
Information available on the website of Gujarat University and VNSGU
Information available on the website of ‘SOMLALIT EDUCATION AND RESEARCH FOUNDATION’
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|