schema:text
| - Last Updated on April 28, 2024 by Team THIP
સારાંશ
એક મીડિયા વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કમળના મુળિયા ખાવાથી કેન્સર સારું થઇ જાય છે. અમે તથ્ય તપાસ્યું અને જાણવા મળ્યું કે આ દાવો મોટાભાગે ખોટો છે.
દાવો
Delachive નામની વેબ્સાઈટ પર પ્રકાશિત થયેલા એક લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કમળના મુળિયા કેન્સરના વિવિધ સ્વરૂપોને અટકાવે છે.
તથ્ય જાઁચ
કમળનું મુળિયા શું છે?
લોટસ રુટ એ ખાઈ શકાય એવો રાઇઝોમ છે, ફૂલનો ગોળ ભાગ જે કાચો અથવા રાંધીને ખાઈ શકાય છે. કમળના મૂળમાં તેના સમૃદ્ધ પોષક રૂપરેખાને કારણે રોગનિવારક ફાયદા છે અને તે બિમારીઓની સારવારમાં મદદ કરી શકે છે.
શું કમળના મુળિયા કેન્સરને અટકાવી શકે છે?
ના ચોક્કસ રીતે નહી. આ દાવો ફક્ત મથાળામાં છે. કમળના મુળિયા કેન્સરને કેવી રીતે અટકાવે છે તે વિશે લેખમાં ક્યાંય વાત કરવામાં આવી નથી.
અમે સંશોધન કર્યું અને કેટલાક વૈજ્ઞાનિક પેપર મળ્યા જે દાવો કરે છે કે કમળના મૂળમાં પોલીફેનોલ્સ સમૃદ્ધ છે, તેથી તે કેન્સરના વિકાસને અટકાવી શકે છે. આ ઉપરાંત ડૉક્ટરો પણ સૂચવે છે કે આહાર કેન્સરને રોકવામાં સકારાત્મક ભૂમિકા ભજવે છે.
ડો. મનીષ સિંઘલ, વરિષ્ઠ ઓન્કોલોજિસ્ટ, એપોલો હોસ્પિટલ્સ જણાવે છે કે પોષક આહાર ખાવાથી કેન્સરની વૃદ્ધિ અટકાવી શકાય છે’.
ગુજરાતના વડોદરામાં HCG કેન્સર સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. સાર્થક મોહરીર વધુમાં ઉમેરે છે, “ખાસ આહાર કે આહારમાં ફેરફાર કરવાથી કેન્સર મટી નથી જતું. પણ કેન્સરની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ડાયેટરી કાઉન્સેલર દ્વારા સૂચવ્યા મુજબ તમામ મેક્રો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો સાથે સંતુલિત ભોજન લે.
પરંતુ કોઈ પુરાવા બતાવતા નથી કે કેવી રીતે કમળના મુળિયા કેન્સર સામે લડે છે જેના અલગ અલગ કારણોમાં જીવનશૈલીના પરિબળો, કૌટુંબિક ઇતિહાસ, વારસા, કેટલીક વારસાગત વિકૃતિઓ, કોઈ વાયરસના સંપર્કમાં આવવું, પર્યાવરણીય સંપર્કો અને ઉચ્ચ ડોઝ કીમોથેરાપી અને રેડિયેશન છે.
આહાર દ્વારા કેન્સરનો ઇલાજ કરવાનો પ્રયાસ કરવા અને તબીબી સલાહ ન લેવાના જોખમો શું હોઈ શકે?
કેન્સર એ એક જટિલ રોગ છે જેની સારવાર માટે કમળના મુળિયા કરતાં વધારે સારવારની જરૂર પડે છે. ફક્ત ઘરેલું ઉપચારો પર આધાર રાખવો અને યોગ્ય તબીબી સારવાર ન લેવી એ કેન્સરને અસાધ્ય બનાવી દે છે. કેન્સર ઝડપથી વધે છે અને ટૂંકા ગાળામાં આખા શરીરમાં ફેલાય છે. સારવારમાં કોઈપણ વિલંબ સ્થિતિને સારવાર માટે મુશ્કેલ બનાવશે.
ઉપરાંત, સંશોધન પત્રો દર્શાવે છે કે કમળના મુળિયા વધુ પડતા ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.
|