schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
4 lakh compensation for covid-19 deaths
કોરોના વાયરસના કારણે અનેક લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે. ભારતમાં 15મી એપ્રિલથી દરરોજ બે લાખ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે, ગયા વર્ષે આ આંક 93 હજાર હતો. મૃતકાંક પણ આ વખતે વધ્યો છે. મૃત્યુ આંક વધતા અનાથ થનાર કે ઘરમાં કામ કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેમની દેખરેખ માટે શું? જેવા અંશે પ્રશ્નો પર સરકારે જવાબ આપ્યા છે, અને યોજનાઓ લાગુ કરવામાં આવેલ છે.
આવા જ એક દાવા સાથે વોટસએપ પર અને ફેસબુક પર એક દાવો થઈ રહ્યો છે, કે સરકાર હવે કોરોના વાયરસથી મૃત્યુ થનાર ઘરના સભ્યોને 4 લાખની સહાય આપી રહી છે. વોટસએપ પર “પરિવાર માં કોવિડ થી થયેલ અવસાન માં રાજ્ય સરકારે રૂ્ 400000 આપવાની જાહેરાત કરી છે તે માટે આ ફોર્મ ભરી મામલતદાર કચેરીએ સબમીટ કરવુ” કેપશન સાથે PDF ફાઈલ શેર કરવામાં આવેલ છે.
સરકાર દ્વારા કોરોના વાયરસના કારણે મૃત્યુ થનાર વ્યક્તિના ઘર ના સભ્યોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક ન્યુઝ અહેવાલો જોવા મળે છે. જેમાં કોરોના અંતર્ગત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને આપવામાં આવતી સહાય અંગે જાણકારી જોવા મળે છે.
અહેવાલ મુજબ, 2015માં બનેલ NDRF ના નિયમ હેઠળ કોઈપણ કુદરતી આપદા સમયે જીવ ગુમાવનાર લોકોને સરકાર તરફથી 4 લાખની સહાય આપવામાં આવે છે. પરંતુ આ રકમ દરેક વ્યક્તિ ને નહીં મળે, માત્ર આવી કુદરતી આપદા સમયે અનાથ થનાર બાળકો અથવા ઘરમાં કામ કરનાર મુખ્ય સભ્ય જયારે આવી પરિસ્થતિમાં મૃત્યુ પામે છે તો તે આ સહાયતા રકમ મેળવવા પાત્ર છે.
સર્વોચ્ચ અદાલત દ્વારા આ એક્ટ હેઠળની જોગવાઈઓ અનુસાર કોરોનોવાયરસ પીડિતોના પરિવારોને રૂ .4 લાખનું વળતર અને મૃત્યુનું પ્રમાણપત્ર આપવા માટે એક સમાન નીતિ પૂરી પાડવા કેન્દ્ર અને રાજ્યોને નિર્દેશ કરતી બે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી હતી. નોંધનીય છે કે કોરોના વાયરસથી અવસાન પામેલા લોકોને સહાયતા અપાવવા માટે સુપ્રીમ કોર્ટના વકીલ રાધાકાન્ત ત્રિપાઠી દ્વારા યાચિકા રજૂ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત વાયરલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોર્મ PDF ફાઈલ, જે તમારી અંગત માહિતી સાથે મામલતદાર કચેરીમાં જમા કરાવવા અંગે કરવામાં આવેલ દાવા પર ગુગલ સર્ચ કરતા ગુજરાત સાઇબર સેલ CyberGujarat દ્વારા 31 મેં 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે.
આ પણ વાંચો :- મુસ્લિમ યુવકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાનો વીડીઓ વાયરલ, જાણો શું છે સત્ય
ટ્વીટ મારફતે સાઇબર સેલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે વાયરલ PDF ફાઈલ કે ફોર્મ જેમાં કોરોના વાયરસથી અવસાન થયેલ વ્યક્તિને સહાય આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે તદ્દન ભ્રામક છે. “કોરોનાથી મૃત્યુ થયું હોય તેમને કોઈપણ પ્રકારની રાહત રાશિ સરકાર દ્વારા માન્ય કરવામાં આવી નથી“
સરકાર દ્વારા કોરોના વાયરસમાં અવસાન પામેલ વ્યક્તિઓ પાછળ શું રાહત પેકેજ કે આર્થિક સહાય આપવામાં આવી છે?, જે મુદ્દે ગુગલ સર્ચ કરતા PM modi દ્વારા ટ્વીટર પર 29 મેં 2021ના કરવામાં આવેલ જાહેરાત જોવા મળે છે.
જેમાં ESIC અને EPFO હેઠળ ઘરમાં કામ કરનાર મુખ્ય સભ્યના મૃત્યુ પર થવા પર કુલ 6 થી 7 લાખ સુધી અલગ-અલગ પ્રકારે સહાય કરવામાં આવી રહી છે. તેમજ મહામારી સમયે જે બાળકો એ પોતાના માતા-પિતા બન્ને ગુમાવ્યા છે તેવા બાળકો માટે કુલ 10 લાખની સહાય તેમજ 18 વર્ષ સુધી મફત અભ્યાસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.
ઉપરાંત ન્યુઝ સંસ્થા livemint દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાયતા અંગે વિસ્તૃત માહિતી અંગે અહીંયા જોઈ શકાય છે.
આ મેસેજ તદ્દન ભ્રામક છે, સરકાર દ્વારા કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ દરેક વ્યક્તિને 4 લાખની સહાય નહીં આપવામાં આવે, આ વાયરલ ફોરવર્ડ મેસજે અને ફોર્મ તદ્દન ભ્રામક છે, ગુજરાત સાયબર સેલ દ્વારા વાયરલ ફોર્મ અને વળતર આપતી જાહેરાત તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
PIB
livemint
PM modi Twitter
CyberGujarat
timesofindia
business-standard
ANI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Tanujit Das
November 18, 2024
Vasudha Beri
July 4, 2024
Dipalkumar
June 22, 2024
|