About: http://data.cimple.eu/claim-review/389886f88eb78c5bec40703d2bfbd3da7158c8572b781c06e6ded54f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પર ભવ્ય ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ ભારતમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખુબજ વિકાસ થયો હોય તેવું કહી શકાય. ઓવર બ્રિજ કે અંડર બ્રિજ કે પછી પહાડી રસ્તાઓ વિકસાવવામાં આવ્યા છે. થોડા સમય આગાઉ અમદાવાદ અને ગાંધીનગરને જોડતો SG હાઇવે પરના સરગાસણ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, અમદાવાદના SG હાઇવે પર ગાંધીનગરથી સરખેજ સુધી અનેક ફ્લાય ઓવરબ્રિજ નિર્માણ પામી રહ્યા છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ (Vaishno Devi over bridge) પાસે ગાંધીનગરથી અમદાવાદને જોડતો એક બ્રિજ તૈયાર થઇ ગયો છે. સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલ બ્રિજ હોવાના દાવા સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીરમાં ત્રણ લેયરમાં ભવ્ય બ્રિજનું નિર્માણ થયેલ જોવા મળે છે. (Vaishno Devi over bridge) Factcheck / Verification અમદાવાદ -ગાંધીનગર હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક ઓવરબ્રિજ (Vaishno Devi over bridge) બન્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં autonews અને telegraf દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ 2012માં આ બ્રિજ શિલોવસ્કાયા યુક્રેન ખાતે બનવવા માટે જાહેરાત કરાઈ હતી. અહેવાલ સાથે વાયરલ થયેલ તસ્વીર શેર કરતા માહિતી આપવામાં આવેલ છે કે યુક્રેન શિલોવસ્કાયા ખાતે Kiev authorities દ્વારા આ બ્રિજના કામ માટે Victor Petruk દ્વારા રજૂ કરવામાં આવેલ ડિઝાઇન પસંદ કરવામાં આવી હતી. telegraf ના અહેવાલ મુજબ Petruk દ્વારા ફ્લાય ઓવરબ્રિજનું ડિઝાઇન મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં આ પ્રોજેક્ટ અંગે કેટલીક અન્ય તસ્વીરો પણ શેર કરવામાં આવેલ છે. શિલોવસ્કાયા ખાતે બનવા જઈ રહેલ ફ્લાય ઓવરબ્રિજ પ્રોજેક્ટ અંગે વધુ સર્ચ કરતા uaprom વેબસાઈટ પર ટ્રાન્સપોર્ટ એન્જીન્યર Victor Petrukનો પ્રોજકેટ અંગે લેવામાં ઈંટરવ્યુ જોવા મળે છે. જે મુજબ પ્રોજેક્ટ તેમના દ્વારા Kiev authoritiesને 2012માં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ આ અંગે સરકાર દ્વારા કોઈપણ કાર્યવહી આગળ વધારવામાં આવેલ નથી. આ પણ વાંચો :- રાષ્ટ્રગાન સમયે ભાજપનો ઝંડો ફરકાવવામાં આવ્યો હોવાનો 2018નો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ જયારે શિલોવસ્કાયા ખાતે હાલમાં આવેલ બ્રિજ અંગે તપાસ કરતા 112.international વેબસાઈટ પર માર્ચ 2019ના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જેમાં એથોરિટી દ્વારા બ્રિજના નવા પ્લાન સાથે કામ આગળ વધી રહ્યું હોવાની માહિતી જોવા મળે છે. આ સાથે નિર્માણાધીન બ્રિજની કેટલીક તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. ઉપરાંત, ગુગલ EARTH પર શિલોવસ્કાયા ફ્લાય ઓવરબ્રિજ સર્ચ કરતા હાલની તસ્વીર પણ જોવા મળે છે. અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ ઉપર બનાવવામાં આવેલ બ્રિજ અંગે તપાસ કરતા ફેસબુક પર Our Ahmedabad દ્વારા મેં 2021ના કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. જેમાં નવો તૈયાર થયેલ ઓવરબ્રિજ અને વૈષ્ણોદેવી સર્કલ અંગે કેટલીક માહિતી આપતા તસ્વીર શેર કરવામાં આવેલ છે. ઉપરાંત ગુગલ મેપ પર પણ વૈષ્ણોદેવી સર્કલ (Vaishno devi over bridge) ઉપર બનાવવામાં આવેલ બ્રિજની રચના જોઈ શકાય છે. Conclusion ગાંધીનગર નજીક આવેલ વૈષ્ણોદેવી સર્કલ પર ઠરી લેયર ભવ્ય ફ્લાયઓવર બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. વાયરલ તસ્વીર યુક્રેન શિલોવસ્કાયા ખાતે બનેલ બ્રિજના નિર્માણ પહેલા બનાવવામાં આવેલ એક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન છે, જયારે હાલમાં આવો કોઈપણ બ્રિજ અસ્તિત્વમાં નથી. ટ્રાન્સપોર્ટ એન્જીન્યર Victor Petruk દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇનની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. Result :- False Our Source Our Ahmedabad 112.international uaprom autonews telegraf કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software