schema:text
| - Authors
Claim: ગુજરાતમાં 9 વર્ષની બાળકી પર વાઘનો હુમલો, ખેડૂતે વાઘ સામે બાથ ભીડી.
Fact: વીડિયો ખરેખર રાજસ્થાનની ઘટનાનો છે.
જંગલકપાત અને શહેરીકરણને લીધે જંગલી પશુઓ રહેણાંક વિસ્તારોમાં ખોરાકની શોધમાં ઘુસી આવતા હોવાની ઘટનાઓ દિનપ્રતિદીન વધી રહી છે. માનવ વસાહતો પાસે વાઘ-સિંહ, દીપડા-જરખ સહિતના જંગલી પશુઓ ઘુસી આવતા માનવી અને પાલતુપશુઓ પર જોખમ આવી જાય છે.
ગુજરાતમાં પણ આવા ઘણા કિસ્સા નોંધાતા રહ્યાં છે. જેમાં દીપડો કે સિંહ આવીને બાળકો અને પશુઓનો શિકાર કરી જાય છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક એક જરખે ગુજરાતમાં ગામવાસીઓ પર હુમલો કરતા ખેડૂતોએ વાઘ સાથે બાથ ભીડી લીધી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં વીડિયો શેર કરવામાં આવ્યો છે અને દાવો કરાયો છે કે, “સાસણ ગીરમાં 9 વરસની દીકરીને બચાવવા માટે ખેડૂતો વાઘ સામે બાથ ભીડી લીધી. આ છે ખેડૂતની તાકત.”
વીડિયોમાં ગામવાસીઓ જંગલી પશુ સામે બાથ ભીડીને લડતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને આ વીડિયોની ઘટના ગુજરાતની નહીં હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે ગૂગલ સર્ચની મદદથી ગુજરાતમાં વાઘ દ્વારા ગામવાસીઓ પર હુમલાના અહેવાલ શોધવાની કોશિશ કરી. પરંતુ અમને આ વિશે કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વધુમાં અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઇમેજની સર્ચથી સ્કૅન કરતા અમને ડીડી ન્યૂઝ રાજસ્થાન દ્વારા પ્રકાશિત 4 જાન્યુઆરી-2025ના રોજ પ્રકાશિત વીડિયો અહેવાલ પ્રાપ્ત થયો. યુટ્યુબ પર અપલોડ આ અહેવાલમાં કહેવમાં આવ્યું છે કે, “જંગલી જરખે ગામમાં લોકો પર હુમલો કર્યો હતો, જેમાં 2 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.”
આ વીડિયો અહેવાલમાં જોવા મળતા વીડિયો ફૂટેજ અને વાઇરલ દાવાના વીડિયો ફૂટેજ સરખા જ છે. બંનેના દૃશ્યો સરખા છે. જે દર્શાવે છે કે, વાઇરલ વીડિયો ખરેખર રાજસ્થાનની ઘટનાનો છે. વધુમાં અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, વાઘ દ્વારા નહીં જરખ દ્વારા હુમલો કરાયો છે.
તદુપરાંત અમે વધુ તપાસ કરતા અમને અન્ય ન્યૂઝ આઉટલેટ દ્વારા પણ આ ઘટના વિશેના સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા.
લાઇવ હિંદુસ્તાન દ્વારા 4 જાન્યુઆરી-2025ના રોજ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં લખ્યું છે કે, “રાજસ્થાનના દૌસાના મંડાવરમાં એક જંગલી જરખે ગામવાસીઓ પર હુમલો કર્યો હતો. પહેલાં તેણે બકરીનો શિકાર કર્યોં અને પછી કૂવામાં પડી ગયું હતું. બાદમાં ગામવાસીઓ લાકડીઓ લઈને તેની પર તૂટી પડ્યા હતા. વન વિભાગને જાણ કરતા ટીમ આવી ગઈ હતી અને તેને કૂવામાંથી બહાર કાઢ્યું હતું. પરંતુ બહાર નીકળતા જ તે બેકાબૂ થઈ જતા ગામવાસીઓ પર હુમલો કરી દીધો હતો. ગામવાસીઓએ જંગલી પશુ પર વળતો પ્રહાર કર્યો હતો. જોકે, આખરે તે ખેતરમાં થઈને જંગલ તરફ ભાગી ગયું હતું.”
ઉપરોક્ત અહેવાલની ઘટનાની તસવીર પણ વાઇરલ વીડિયોના ફૂટેજ સાથે મૅચ થાય છે. અને ઘટનાનું વર્ણન પણ સ્પષ્ટ દર્શાવે છે કે, ઘટના ખરેખર જરખના હુમલાની છે અને તે રાજસ્થાનમાં ઘટી હતી. આમ વીડિયો રાજસ્થાનમાં જરખના હુમલાનો છે.
પત્રિકા સમાચાર દ્વારા પણ આ ઘટનાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 3 જાન્યુઆરી-2025ના રોજ પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે, “જરખના હુમલામાં બે ગામવાસી ઘાયલ થયા હતા જેમને બાદમાં સારવાર અપાઈ હતી. ઘટના રાજસ્થાનના દૌસામાં ઘટી હતી.”
આ અહેવાલમાં પણ જે તસવીર સામેલ કરાઈ છે, તે તસવીર વાઇરલ વીડિયોના ફૂટેજ સાથે મેચ થાય છે.
Read Also : Fact Check – RBI દ્વારા ₹350ની નવી નોટ ઇસ્યૂ કરાઈ હોવાની વાઇરલ તસવીરનું શું છે સત્ય?
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયો ખરેખર ગુજરાતનો નથી પરંતુ રાજસ્થાનમાં બનેલી ઘટનાનો છે. વધુમાં તે વાઘના હુમલાનો નહીં પણ જરખના હુમલાનો વીડિયો છે.
Result – False
Sources
News Report by DD News Rajasthan dated 4th Jan, 2025
News Report by Live Hindustan dated 4th Jan, 2025
News Report by Patrika News dated 4th Jan, 2025
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|