About: http://data.cimple.eu/claim-review/45136ef4921ef3e36bf890df5873bb9eccb23c6530793eab7130d226     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check Contact Us: checkthis@newschecker.in Fact checks doneFOLLOW US Fact Check ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ સુરત અને રાજકોટ ખાતે પ્રચાર રેલીઓ યોજીને રાજ્યની રાજકીય લડાઈમાં જોડાયા હતા. રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક સ્ટેજ પરથી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયો શેર કરતા સાથે યુઝર્સ દાવો કરી રહ્યા છે કે અનુવાદક સ્ટેજ છોડીને ચાલ્યો ગયો કારણ કે તે રાહુલ ગાંધી શું કહેવા માંગે છે તે સમજવામાં અને અનુવાદ કરવામાં અસમર્થ હતા. નોંધનીય છે કે ભાજપના નેતા અમિત માલવિયા તેમજ અન્ય ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નેતાની મજાક ઉડાવતો આ વાયરલ વીડિયો શેર કર્યો હતો. રાહુલની સભામાં ભરત સોલંકી અનુવાદ કરવાનું છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો રાહુલ ગાંધીની ગુજરાત સભા દરમિયાન લેવામાં આવેલ વીડિયોને લઈને ગુગલ સર્ચ કરતા કેટલાક અહેવાલો મળ્યા છે, જેમાં સોમવારે રાજકોટ અને સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલીઓ વિશે વિસ્તૃત માહિતી જોવા મળે છે. 21 નવેમ્બર 2022 ના રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચુંટણીગ્રસ્ત ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવા ખાતે આદિવાસીઓની સભાને સંબોધતા કહ્યું હતું કે “આદિવાસીઓ દેશના પ્રથમ માલિક છે” અને દાવો કર્યો કે ભાજપ તેમના અધિકારો છીનવવાનું કામ કરી રહી છે. આ અંગે કોંગ્રેસની સત્તાવાર યુટ્યુબ ચેનલ પરથી ગઈકાલે સુરત ખાતે આયોજીત સભાનો વિડીયો જોવા મળે છે. વીડિયોના કિફ્રેમ્સનું વિશ્લેષણ કરવા પર, લગભગ 38:07 મિનિટે, પ્રેક્ષકોના દ્વારા રાહુલ ગાંધીને હિન્દીમાં બોલવાનું ચાલુ રાખવા કહેતા સાંભળી શકાય છે. લોકો અનુરોધ કરે છે કે તેમને સંબોધનના ગુજરાતી અનુવાદની જરૂર નથી. તદુપરાંત, આ ઘટના પર ઘણા સમાચાર અહેવાલો જોવા મળે છે. લાઈવ મિન્ટ દ્વારા 21 નવેમ્બર, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, જે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં છે, તેમના ભાષણ દરમિયાન એક વ્યક્તિએ તેમને અટકાવ્યા હતા. આ વ્યક્તિએ રાહુલ ગાંધીને ભાષણ હિન્દીમાં ચાલુ રાખવા અને અનુવાદકનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વાયરલ વિડિયોમાં રાહુલ ગાંધીના ભાષણનું અનુવાદ કરતા વ્યક્તિ કોંગ્રેસના નેતા ભરત સોલંકી છે. 21 નવેમ્બર 2022ના રોજ ટ્વીટર મારફતે સોલંકીએ વાયરલ વિડીયો અંગે પોતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમણે રાહુલના ભાષણનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું બંધ કર્યું કારણ કે શ્રોતાઓ તેમનું ભાષણ હિન્દીમાં જ સાંભળવા માંગતા હતા. ઉપરાંત સોલંકીએ વાયરલ વિડીયોને ભ્રામક રીતે ફેલાવવા પાછળ ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર આક્ષેપો કર્યા હતા. રાહુલ ગાંધીના જાહેર સંબોધન દરમિયાન ગુજરાતી અનુવાદક સ્ટેજ પરથી અધવચ્ચે જ છોડીને જતા રહ્યા હોવાના વાયરલ વિડીયોને ભ્રામક અને મજાક સાથે શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ વાયરલ વીડિયોને ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે. Our Source Report By Times of India, Dated November 21, 2022 YouTube Video By Indian National Congress, Dated November 21, 2022 Report By Mint, Dated November 21, 2022 Tweet By Bharat Solanki, Dated November 21, 2022 કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 Runjay Kumar November 21, 2023 Kushel HM November 6, 2023 Prathmesh Khunt October 12, 2023
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software