schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
દિલ્હી ઇન્ડિયા ગેટ પર કુલ 95300 શહીદોના નામ લખવામાં આવેલ છે, જેમાં મુસ્લિમો 61395, સિખ 8050, આદિવાસી 14480, દલિત 10777, સવર્ણ 598, સંઘી 9, ગુજરાતી 6, મારવાડી 6 સોશ્યલ મીડિયા પર આ પ્રકારે દાવો કરતી તસ્વીર વાયરલ થયેલ છે. વાયરલ તસ્વીરમાં મુસ્લિમોની સંખ્યા પર માર્ક લગાવવામાં આવ્યું છે, તેમજ આ પ્રકારે ધર્મ અને જાતીના આધારે શહીદોની સંખ્યા જણાવવામાં આવી છે. ફેસબુક અને ટ્વીટર પર “जो मुसलमानो को ग़द्दार कहता है वह ज़रा देख ले” કેપશન સાથે આ તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.
ઇન્ડિયા ગેટ પર વાયરલ થયેલ આ તસ્વીરમાં કરવામાં આવેલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા delhitourism વેબસાઈટ પર ઇન્ડિયા ગેટ વિશે માહિતી જાણવા મળે છે. જે મુજબ આ શહીદ સ્મારક 70000 સૈનિકો જે વર્લ્ડ વોર 1 (વિશ્વ યુદ્ધ પ્રથમ) સમયે શહીદ થયેલા જવાનો માટે બનાવવામાં આવ્યું છે.
1921માં ઇન્ડિયા ગેટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને તેને એડવિન લ્યુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ સ્મારક 10 વર્ષ પછી તત્કાલીન વાઇસરોય, લોર્ડ ઇરવિન દ્વારા રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. ભારતની સ્વતંત્રતા મળ્યા પછી, અમર જવાન જ્યોતિનું એક બીજું સ્મારક, પછીથી ઉમેરવામાં આવ્યું. ડિસેમ્બર 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાનો જીવ આપનારા સૈનિકોને રાષ્ટ્રને યાદ અપાવવા માટે અમરજવાન જ્યોત સળગતી રહે છે.
આ મુદ્દે વધુ તપાસ કરતા COMMONWEALTH WAR GRAVES COMMISSION જે વર્લ્ડ વોર 1 & 2 શહીદ થયેલા 1.7 મિલિયન લોકોના સ્મારક અને આખા વિશ્વમાં આવેલ કુલ 23,000 શહીદ સ્મારકો પર દેખરેખ રાખે છે. જેના દ્વારા મળતી માહિતી મુજબ કુલ 13220 શહીદોના નામ શોધી શકાયા છે, તેમજ તેમના નામ, શહીદ થયાની તારીખ, આર્મી (બટાલિયન) વગેરે માહિતી પણ આપવામાં આવેલ છે.
ઇન્ડિયા ગેટ પર શહીદનો નામ ધર્મ અને જાતીના આધારે આપવામાં આવેલ સંખ્યા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. આ મુદ્દે delhitourism અને COMMONWEALTH WAR GRAVES COMMISSION દ્વારા મળતા ડેટા મુજબ કુલ 13220 શહીદોના નામ મળી આવેલ છે, જેનું લિસ્ટ પણ જાહેર કરાયેલ છે. વાયરલ પોસ્ટમાં ધર્મ અને જાતીના આધારે શહીદોની યાદી બનાવવામાં આવી છે જે તદ્દન ભ્રામક છે.
Delhitourism
COMMONWEALTH WAR GRAVES COMMISSION
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
October 1, 2020
Prathmesh Khunt
October 1, 2020
Prathmesh Khunt
April 22, 2021
|