schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ભૂતપૂર્વ RBI ગવર્નર ડો.રઘુરામ રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રઘુરામ રાજન 2013 થી 2016 સુધી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગર્વર્નર હતા. તેમજ તેમને એક ઈકોનોમિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફેસબુક પર રઘુરામ રાજનને ધન્યવાદ પાઠવતી પોસ્ટ “શ્રી રઘુરામ રાજન જી ને #Bank_of_England ના ગવર્નર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન” ટાઇટલ સાથે અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : જામનગરમાં ગૌવંશની 5 ટ્ર્કો ભરીને તસ્કરી કરતા ભાજપ નેતા ઝડપાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય
ડો. રઘુરામ રાજનને બેન્ક ઓફ ઈન્ગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ મીડિયા રિપોર્ટ જોવા મળતા નથી. જયારે રઘુરામ રાજન અંગે અનેક વેબસાઈટ દ્વારા તેમની બાયોગ્રાફી પ્રકાશિત કરવામાં આવેલ છે. આ ક્રમમાં શિકાગો યુનિવર્સીટીની ઓફિશ્યલ વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, રઘુરામ રાજન શિકાગો ખાતે કેથરિન ડુસક મિલર ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ એન્ડ ફાઇનાન્સના ફેકલ્ટી છે. તેઓ સપ્ટેમ્બર 2013 અને સપ્ટેમ્બર 2016 વચ્ચે ભારતીય રિઝર્વ બેંકના 23મા ગવર્નર હતા. 2003 અને 2006 ની વચ્ચે, ડૉ. રાજન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં મુખ્ય અર્થશાસ્ત્રી અને સંશોધન નિયામક હતા.
ત્યારબાદ, વાયરલ દાવા અંગે બેન્ક ઓફ ઇંગ્લેન્ડની ઓફિશ્યલ વેબસાઈટ પર ગવર્નર અંગેની માહિતી પર શોધખોળ કરતા જાણવા મળ્યું કે, 20 ડિસેમ્બર 2019ના રોજ, એન્ડ્રુ બેઈલીને બેંક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે 16 માર્ચ 2020 ના રોજ તેમનો કાર્યકાળ શરૂ થયો છે જે 15 માર્ચ 2028માં પૂર્ણ થશે.
ઉપરાંત, bankofengland વેબસાઈટ પર ડેપ્યુટી ગવર્નર અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. પરંતુ, અહીંયા ડો.રઘુરામ રાજનનું નામ બેન્ક ઓફ ઇંગ્લેન્ડની કોઈપણ ઓફિશ્યલ પોસ્ટ સાથે જોડાયેલ હોવાની માહિતી જોવા મળતી નથી. જયારે newschecker દ્વારા બેન્ક ઓફ ઇંગ્લેન્ડને મેઈલ દ્વારા વાયરલ દાવા અંગે પુછપરછ કરી હતી, જેના જવાબમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા તેમની ઓફિશ્યલ વેબસાઈટ પર ગવર્નર અંગે આપવામાં આવેલ માહિતી શેર કરવામાં આવેલ છે.
વધુમાં cnbc અને reuters દ્વારા 5 મેંના રોજ બેન્કના વધતા વ્યાજ દર અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહીંયા, બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલી દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરવામાં આવી હતી અને વ્યાજદરોમાં થયેલા ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તાજેતરના અહેવાલો પરથી સાબિત થાય છે કે રઘુરામ રાજન બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર નથી.
ડો. રઘુરામ રાજનને બેન્ક ઓફ ઈન્ગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડની ઓફિશ્યલ વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી અનુસાર, 20 ડિસેમ્બર 2019ના રોજ, એન્ડ્રુ બેઈલીને બેંક ઓફ ઈંગ્લેન્ડના નવા ગવર્નર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
Our Source
Official Website Of Chicagobooth
Official Website Of bankofengland
Media Reports Of Cnbc And Reuters On Andrew Bailey Governor Of Bank Of England, 5 May 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|