schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય ગણાશે
Fact : RBI દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ 2000 ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
2000ની ચલણી નોટ રિઝર્વં બેન્ક દ્વારા બંધ કરવામાં આવી છે. RBI એ જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ 30 સપ્ટેમ્બર સુધી તમામ 2000ની નોટ બેન્કમાં જમા કરાવવાની રહેશે. આ ન્યુઝ ઘણા મીડિયા સંસ્થાનો અને યુઝર્સ દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે. આ ક્રમમાં એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે “2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય ગણાશે”
ન્યુઝ ચેનલ VTV Gujarati અને Zee Gujarati દ્વારા “30 સપ્ટેમ્બર 2023 સુધી જ માન્ય રહેશે 2 હજારની નોટ” હેડલાઈન સાથે ગ્રાફિક પ્લેટ ચલાવવામાં આવેલ છે.
આ પણ વાંચો : નાયરા પેટ્રોલિયમ દ્વારા ઈંધણની ટાંકીમાં વિસ્ફોટને લઈને જાહેર ચેતવણી આપવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય
2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ thehindubusinessline અને financialexpress દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. જે મુજબ, RBIએ જાહેર કરેલી એડવાઈઝરી અનુસાર 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ અમાન્ય નહીં થાય.
MyGovIndia, ભારત સરકારના અધિકૃત નાગરિક જોડાણ પ્લેટફોર્મ દ્વારા 21મેં ના ટ્વીટ કરતા જણાવ્યું હતું કે રૂ. 2000 ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
આ ઉપરાંત, ReserveBankOfIndiaના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ આપવામાં આવેલ સૂચના અહીંયા જોઈ શકાય છે. જે મુજબ 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તેમજ 2000ની નોટ લીગલ ટેન્ડર હોવાની માહિતી RBIની વેબસાઈટ પર 19મેં ના જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝમાં પણ જોઈ શકાય છે.
2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ 2000 ની નોટ 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
Our Source
Media Report Of thehindubusinessline , 21 May 2023
Media Report Of financialexpress, 23 May 2023
Official Tweet Of MyGovIndia, 21 May 2023
Official Tweet Of ReserveBankOfIndia, 19 May 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
January 31, 2025
Dipalkumar
January 3, 2025
Dipalkumar
December 23, 2024
|