Last Updated on December 29, 2023 by Neelam Singh
સારાંશ
એક વેબસાઈટ એવો દાવો કરે છે કે કાળું લસણ કેન્સર જેવી જીવલેણ બીમારીનું નિદાન કરે છે. અમે આ દાવાની તપાસણી કરી અને આ દાવો ખોટો જણાયો.
દાવો
એક વેબસાઈટ એવો દાવો કરે છે કે,
“કાળું લસણ કેન્સર અને લીવરની જીવલેણ બીમારીનું નિદાન છે.”
તથ્ય જાંચ
કાળું લસણ એટલે?
એક સામાન્ય લસણને એક ચોક્કસ ઊંચા ભેજવાળા તાપમાન હેઠળ અમુક અઠવાડિયાઓ સુધી જયારે આથવામાં આવે છે. ત્યારે તે કાળું લસણ બને છે. આ લસણની લણણી કાળા લસણ તરીકે નથી થતી. તે સામાન્ય લસણ જ હોય છે જેને આથવણની પ્રક્રિયા દ્વારા કાળું કરવામાં આવા છે.
થાઈલેન્ડના મહીદોલ યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, કાળું લસણ ૬૦ થી 70 ડીગ્રી સેલ્શ્યસના તાપમાને આથવણની પ્રક્રિયા કરતા સર્જાય છે. અને તે એક મહિના સુધી કાળા પડવા પહેલા ૮૦-૯૦% ભેજને નિયંત્રિત કરે છે.
શું લસણ અથવા કાળું લસણ કેન્સરનો ઉપચાર કરી શકે છે?
કાળું લસણ ૧૪ પ્રકારના કેન્સરનો ઉપચાર કરી શકે છે તે દાવાને વારંવાર આરોગ્ય નિષ્ણાતો દ્વારા નકારવામાં આવ્યો છે.
થાઈલેન્ડ સરકાર દ્વારા સંચાલિત નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે આ ગેરમાહિતીને એક અહેવાલમાં ‘બનાવટી સમાચાર, શેર કરશો નહી’ શીર્ષક હેઠળ આ માહિતીને દર્શાવી છે.
લસણને કેન્સર સામેની અસરકારકતા માટે તપાસવામાં આવ્યું
છે પણ માનવીય શરીર પર હજી ઘણો અભ્યાસ થવાનો બાકી છે.
ડો. મનીષ સિંઘલ, સિનીયર ઓન્કોલોજીસ્ટ નોંધે છે, “ હળદર અને લસણને લઈને ઘણા બધા અભ્યાસો થયા છે. તેઓ તેમના એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મોને કારણે જાણીતા છે. જો કે આપણને હજી ચોક્કસ નથી ખબર કે કેટલી માત્રામાં તે અસરકારક સાબિત થાય છે. બન્નેને આહારમાં સમાવિષ્ટ કરવા તે સારી વાત છે, પણ કેન્સરના ઉપચાર માટે તેમના પર આધાર રાખવો એ બરાબર નથી.”