About: http://data.cimple.eu/claim-review/50d4c420d2ce2f7bbe23ee1c71a412ed0840d8325a4224602db2c0f3     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • આર્જેન્ટિના સામે જીત મેળવ્યા બાદ ભેટ કરીતે રોલ્સ રોયસ મળી હોવાના અહેવાલોનું ખંડન કરતા સાઉદી અરેબિયાના ખેલાડી પ્રેસ સાથેની વાતમાં સાઉદી અરેબિયાના ખેલાડી સાલેહ અલ શેહરીએ સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલો સાચા નથી અને કહ્યુ હતુ કે, ‘અમે અમારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને દેશની સેવા માટે છીએ’ ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય અખબારી સંસ્થાનકોએ એવા ગેરમાર્ગે દોરનારા અહેવાલો પ્રસિધ્ધ કર્યા કે ફિફા વર્લ્ડકપ 2022માં આર્જેન્ટિના સામે જીત બદલ સાઉદી અરેબિયા ફૂટબોલ ટીમના દરેક ખલાડીને એક એક રોલ્સ રોયસ કાર ભેટમાં મળવાની છે. અહેવાલોમાં એવા પણ દાવા કરાયા કે ખેલાડીઓ કતારથી પરત આવે એટલે દેશના વડાપ્રધાન અને રાજવી મહંમદ બિન સલમાન અલ સાઉદના હસ્તે ભેટ આપવામાં આવશે. જો કે સાઉદી અરેબિયાના ખેલાડી સાલેહ અલ શેહરીએ પ્રેસવાર્તા દરમિયાન સ્પષ્ટતા કરી હતી કે આ સત્ય નથી. તેમણે જણાવ્યુ હતુ કે, 'અમે અમારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને દેશની સેવા કરી રહ્યા છીએ અને તે જ અમારી સૌથી મોટી ઉપલબ્ધી છે.' સાઉદી અરેબિયાની આર્જેન્ટિના સામે ઐતિહાસિક જીતમાં દેશમાં જશ્નનો માહોલ સર્જાયો હતો અને વડાપ્રધાને જાહેર રજાની જાહેરાત કરી દીધી હતી. સાલેહ અલ શહેરીએ ફિફા વર્લ્ડ કપ 2022માં સાઉદી અરેબિયા વતી 48મીએ મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો બાદમાં સાલેમ અલ દવસારીએ બીજો ગોલ ફટકાર્યો હતો અને આર્જેન્ટિનાથી આગળ નીકળી ગયા હતા. મિડીયા સંસ્થાઓ જેવી કે મિરર યુકે, ટાઈમ્સ નાઉ, એનડીટીવી, ન્યુઝ24, હિંદુસ્તાન ટાઈમ્સ, WION ન્યુઝ અને બિઝનેશ ટુડે સહિતનાઓએ અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા કે સાઉદી અરેબિયાની ટીમના દરેક ખેલાડીને ભેટમાં કાર મળવાની છે. જો કે તેમણે આ સમાચાર ક્યા આધારે કર્યા અને માહિતી ક્યાંથી મળી તેનો ઉલ્લેખ કર્યો ન હતો. ડેઈલી મિરરની હેડલાઈનમાં લખ્યુ હતુ કે, 'વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને હરાવીને ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટો હડકંપ લાવનાર સાઉદી અરેબિયાના નાયકોને રોયલ રોયસથી નવાઝાશે' જો કે, થોડા સમય બાદ આ તમામ સંસ્થાઓને સ્પષ્ટતા કરવી પડી કે આ અહેવાલ સાચા ન હતા. ટાઈમ્સ નાઉ અને એનડીટીવીના અહેવાલ વાંચો અહિં અને અહિં. સાચુ નથી: સાલેહ અલ શેહરી લક્ઝરી કાર ભેટ આપવા મામલે BOOM એ ઈન્ટરનેટ પર સર્ચ કરતા 26 નવેમ્બર 2022નો અરબ ન્યુઝનો એક અખબારી અહેવાલ મળી આવ્યો હતો. અહેવાલમાં સાલહે અલ શેહરીને ઉદ્દેશીનો ઉલ્લેખ કર્યો હતો કે જેણે આ અફવાનુ ખંડન પ્રેસવાર્તા દરમિયાન કર્યુ હતુ અને સ્પષ્ટતા કરી હતી કે, 'અમે અમારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને દેશની સેવા કરી રહ્યા છીએ અને તે જ અમારી સૌથી મોટી ઉપલબ્ધી છે.' આ અહેવાલમાં ગોલ ફૂટબોલ નામની એક ટવીટ પણ હતી જેમાં સાઉદી અરેબિયાની ટીમના ખેલાડીની આ પ્રેસ વાર્તાનો વિડીયો બતાવાયો હતો. ગોલ ફૂટબોલ એ ફૂટબોલના સમાચારની વેબસાઈટનું એક સંગઠન છે જે DAZN ગ્રુપ કે જે લંડન સ્થિત છે તેની હેઠળ કાર્યરત છે. વિડીયોમાં KSAના કોચ હર્વ રેનાર્ડ અને સાલેહ જોવા મળે છે. જ્યારે પત્રકાર એન્ડ્રુ ડીલને તેમને રોલ્સ રોયસ કાર ભેટમાં મળવા અંગે પ્રશ્ન કર્યો તો સાલેહે જવાબ આપ્યો કે 'આ સાચુ નથી' તેણે વધુમાં ઉમેર્યુ હતુ કે, 'અમે અમારૂ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને દેશની સેવા કરી રહ્યા છીએ અને તે જ અમારી સૌથી મોટી ઉપલબ્ધી છે.' અમે વધુ અખબારી અહેવાલો સુધી પહોંચ્યા જેમાં હર્વ રેનાર્ડ પણ લક્ઝરી કાર ભેટમાં મળ્યા અંગેની અફવાઓનું ખંડન કરતા જોવા મળ્યા છે. અહેવાલો વાંચો અહિં, અહિં અને અહિં. એક અહેવાલમાંથી એક અવતરણ વાંચે છે, "રેનાર્ડે કહ્યું: "આમાં કંઈપણ સાચું નથી. અમારી પાસે ખૂબ જ ગંભીર ફેડરેશન અને રમત મંત્રાલય છે. આ ક્ષણે કંઈક મેળવવાનો સમય નથી." પાકિસ્તાની યુઝરે 22 નવેમ્બર મજાક કરવા કર્યુ હતુ ટવીટ તપાસ દરમિયાન BOOM કેટલાક જૂના ટવીટ સુધી પહોંચ્યુ હતુ જેમાં KSAને લક્ઝરી કાર ભેટમાં મળશે તેવુ પાકિસ્તાની હેન્ડલમાંથી ટ્વીટ કરાયાનુ જણાયુ હતું. યુઝરને જ્યારે ટવીટની સત્યતા વિશે પૂછાયુ તો તેણે લાફિંગ ઈમોજી મુક્યુ હતું. 😝— Awab Alvi (@DrAwab) November 22, 2022 આવા જ દાવા સાથે ભારતીય લેખક સુહેલ શેઠે 22 નવેમ્બર 2022ના ટ્વીટ કર્યુ હતું. What a match! MBS will now give each player of the KSA TEAM one Rolls Royce each in addition to a billion dollars EACH for winning against Argentina!— SUHEL SETH (@Suhelseth) November 22, 2022 આર્કાઈવ માટે અહિં, અહિં અને અહિં ક્લીક કરો
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software