Authors
Claim: મહાકુંભમાં અમિતાભ બચ્ચન અને રેખાની સંગમસ્નાનની એકસાથે ડૂબકીની તસવીર
Fact: દાવો ખોટો છે. તસવીર એઆઈ દ્વારા જનરેટ કરાયેલ છે.
મહાકુંભમાં હજારો શ્રદ્ધાળુઓની સાથે સાથે ઘણા સેલિબ્રિટીઝે પણ સંગમસ્નાન કરી ડૂબકી લગાવી મહાકુંભની મુલાકાત લીધી હતી. રાજનેતાઓથી લઈને ઘણા વિદેશી મહેમાનો પણ મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે આવ્યા હતા.
જોકે, બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને રેખાની એક તસવીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં બંને ભગવા વસ્ત્રોમાં એકસાથે સંગમસ્નાની ડૂબકી લગાવી રહ્યાં હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
વધુમાં વાઇરલ દાવો અમને અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર પણ મળ્યો છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરવામાં આવી છે.
જોકે, ન્યૂઝચેકરને તસવીર સાચી નહીં હોવાનું જણાયું છે. આ તસવીર અંગ્રેજી અને હિંદી ભાષા પણ ઉપરોક્ત દાવા સાથે પણ વાઇરલ થઈ છે.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે ગૂગલ સર્ચની મદદથી અહેવાલ તપાસવાની કોશિશ કરી. જોકે, આ મામલે કોઈ પણ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
વધુમાં અમે તસવીરની ચમકને પગલે તેને એઆઈ (આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ માટેના ડિટેક્ટર્સ)ની મદદથી તેને ચકાસવાની કોશિશ કરી.
આથી અમે Hive મૉડરેશન ટૂલની મદદથી તસવીર સ્કૅન કરી. જેમાં અમને નીચે મુજબ પરિણામો મળ્યા.
એઆઈ ઇમેજ ડિટેક્શન ટૂલમાં અમને ચકાસણી કરતા માલૂમ પડ્યું કે તસવીર 84.6% AI દ્વારા તૈયાર થયેલ અથવા ડીપફેક કૉન્ટેન્ટ ધરાવે છે.
વધુમાં અમે ફેક ઇમેજ ડિટેક્ટર ટૂલમાં પણ તસવીરને સ્કૅન કરી. તેમાં પણ અમને તસવીર કમ્પ્યૂટર જનરેટેડ હોવાનું માલૂમ પડ્યું છે.
તદુપરાંત, wasitai ટૂલ થકી પણ ઇમેજને સ્કૅન કરી. તેમાં પણ પરિણામ આવ્યું કે તસવીર એઆઈ દ્વારા જ જનરેટ કરવામાં આવી છે.
આમ, ઉપરોક્ત તમામ બાબતો સૂચવે છે કે, વાઇરલ તસવીર ખરેખર સાચી નથી અને તે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી છે.
Read Also : Fact Check – કૅલિફોર્નિયાના દાવાનળમાં પશુ-પક્ષીને બચાવતો ફાયરકર્મીનો વીડિયો ખરેખર AI નિર્મિત
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, અમિતાભ બચ્ચન અને રેખાની પ્રયાગરાજમાં મહાકુંભમાં સંગમસ્નાનની તસવીર AI જનરેટેડ છે. તે વાસ્તવિક તસવીર નથી.
Result – Altered Photo/Video
Sources
HiveModeration tool
FakeImageDetector tool
WasitAI tool
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044