Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી બ્રહ્માસ્ત્ર ફિલ્મના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મે છેલ્લા 4 દિવસમાં કુલ 100 કરોડની નજીક કમાણી કરી છે. આ દરમિયાન એક તસ્વીર શેર કરતા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ જોવા માટે 50 લોકો પણ સિનેમા હોલમાં આવ્યા નથી.
આ પણ વાંચો : બોલીવુડ સેલિબ્રેટીને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
બ્રહ્માસ્ત્ર ફિલ્મના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા 23 નવેમ્બર 2020ના સમાચાર એજન્સી પીટીઆઈને ટાંકીને પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેલંગાણામાં સિનેમા ઘરો 50 ટકા ક્ષમતા સાથે ફરીથી ખોલવામાં આવી શકે છે. જયારે આ તસ્વીર ક્યારે અને ક્યાં લેવામાં આવી છે તે અંગે માહિતી આ લેખમાં આપવામાં આવેલ નથી. તસ્વીરને નજીકથી જોતા ખબર પડે છે કે હોલમાં હાજર તમામ લોકોએ મોઢા પર માસ્ક પહેરેલા છે. તો આ તસવીર કોરોના સમયની હોઈ શકે છે. પણ, ટ્રેકટોલીવુડ નામની વેબસાઇટ પર 15 જૂન 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં પણ આ તસ્વીર જોવા મળી હતી. આ લેખ સાથે જણાવવામાં આવ્યું છે કે તેલંગાણામાં સિનેમા ઘર જલ્દી ખોલવામાં આવી શકે છે.
15 ઓક્ટોબર 2020 ના રોજ ડેકાન હેરાલ્ડ દ્વારા પ્રકાશિત અહેવાલમાં પણ આ તસ્વીર જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર, કોવિડ વોરિયર્સ અને તેમના પરિવારોને નવી દિલ્હીના એક સિનેમા હોલમાં બોલિવૂડ ફિલ્મ ‘તાનાજી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં વાયરલ થયેલી તસ્વીર એએફપીના ફોટો જર્નાલિસ્ટ પ્રકાશ સિંહ દ્વારા લેવામાં આવી છે.
વાયરલ તસ્વીર ગેટ્ટી ઈમેજીની વેબસાઈટ પર પણ જોઈ શકાય છે, જ્યાં જણાવવામાં આવ્યું છે કે આ તસ્વીર દિલ્હીના એક સિનેમા હોલની છે. જ્યાં 15 ઓક્ટોબર, 2020ના રોજ બોલિવૂડ ફિલ્મ ‘તાન્હાજી’ જોવા માટે ‘કોવિડ-19 વોરિયર્સ’ અને તેમના પરિવારના સભ્યોને આમંત્રિત કરાયા હતા.
બ્રહ્માસ્ત્ર ફિલ્મના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર ખેરખર ઓક્ટોબર 2020માં દિલ્હીના એક સિનેમાઘરમાં લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીર કોરોના લોકડાઉન ખુલ્યા બાદ બોલિવૂડ ફિલ્મ ‘તાન્હાજી’ જોવા માટે આમંત્રિત કરાયેલા ‘કોવિડ-19 વોરિયર્સ’ અને તેમના પરિવારના સભ્યોની છે.
Our Source
Report Published in Times Of India Article on November 23, 2020
Report Published in Tracktollywood.com On June 15, 2021
Report Published in Deccan Herald on October 15, 2020
Getty Image
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044