Fact Check
નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના ભ્રામક દાવા સાથે ન્યુઝ પેપર કટિંગ વાયરલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ આજે અમદવાદના રાણીપ ખાતે વહેલી સવારે મતદાન કર્યું હતું. બીજી તરફ મોરબી ખાતે બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટનાને પણ થોડા દિવસો જ થયા છે. સોશ્યલ મીડિયા પર એક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થઈ રહ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
વાયરલ ન્યુઝ પેપર કટિંગ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રી પ્રવકતા સાકેત ગોખલે દ્વારા ટ્વીટર પર 1 ડિસેમ્બરના શેર કરવામાં આવેલ છે. જેમાં ન્યુઝ પપેરના કટિંગ સાથે દાવો કરવામાં આવ્યો છે કે એક RTI મુજબ નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વાયરલ ન્યુઝ પેપર કટિંગ સાથે મોરબીમાં નવા રોડ, હોસ્પિટલમાં રંગ-રોગાણ, સુરક્ષા અને મેનેજમેન્ટ પાછળ થયેલા ખર્ચના હિસાબ આપવામાં આવેલ છે.
Fact Check / Verification
એક RTI મુજબ નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના દાવાને PIB ફેકટચેક દ્વારા ભ્રામક હોવાનું જણાવવામાં આવેલ છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ આ પ્રકારે કોઈપણ RTIનો જવાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. તેમજ RTI અને મોરબી મુલાકાત અંગે કોઈપણ ન્યુઝ પણ જાહેર કરવામાં આવેલ નથી.
કેટલાક યુઝર્સ વાયરલ પોસ્ટ શેર કરતા સાથે દાવો કરી રહ્યા હતા કે આ ન્યુઝ ‘ગુજરાત સમાચાર’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જે અંગે અમે ન્યુઝ સંસ્થાન ગુજરાત સમાચારનો સંપર્ક કર્યો હતો તેઓ જણાવ્યું કે “આ કટિંગ ફેક છે, ‘ગુજરાત સમાચાર’ દ્વારા કોઈ પણ એડિશનમાં આ પ્રકારના સમાચાર પ્રકાશિત કરવામાં આવેલ નથી”
વાયરલ દાવા અંગે અમે મોરબી કલેકટરનો સંપર્ક પણ કરવામાં આવેલ છે, વધુ માહિતી સાથે નજીકના ભવિષ્યમાં અપડેટ કરવામાં આવશે.
Conclusion
RTI મુજબ નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. PIB ફેકટચેક દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ન્યુઝ પેપર કટિંગ તદ્દન ભ્રામક હોવાની જાણકારી આપવામાં આવેલ છે. તેમજ, ન્યુઝ સંસ્થાન ‘ગુજરાત સમાચાર’ દ્વારા પણ વાયરલ મેસેજ અંગે ખુલાસો આપવામાં આવેલ છે.
Result : False
Our Source
Tweet By PIB ફેકટચેક, on DEC 2022
Direct Contact With GSTV
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044