schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
લાખો વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છેે. અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. કનશેશન કરાર પૂર્ણ થતા પૂરો Toll Tax વસૂલાશે. 1 એપ્રિલથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે. આ હેડલાઈન સાથે સંદેશ ન્યુઝ દ્વારા ન્યુઝ બુલેટિન વિડિઓ શેર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ફેસબુક પર “મહેસાણા અમદાવાદ હાઇવે પર છેલ્લા 5 વર્ષ થી two/three/four wheeler માટે જે ટોલ ટેક્સ બંધ હતો એ ચાલુ થયેલ છે.” કેપશન સાથે કેટલાક નેતાઓ અને અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે Roads and Buildings Department દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન ની તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર Toll Tax વધ્યો અને 1 એપ્રિલથી વધારે ટોલ વસુલ કરવામાં આવશે વગેરે દાવાઓ નું તથ્ય જાણવા ગુગલ કીવર્ડ સાથે વાયરલ સમાચાર સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન VTV દ્વારા 29 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, રોડ અને બિલ્ડિંગ વિભાગે Toll Tax લેવા અંગેના વાયરલ થયેલા મેસેજનું ખંડન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ-મહેસાણા હાઇવે પર Toll Tax અંગે વાયરલ થયેલો મેસેજ અફવા છે. પહેલાની જેમ જ કાર અને ખાનગી વાહન માટે અગાઉની જેમ જ ટોલ મુક્તિ યથાવત રહેશે. આ અંગે કોઇ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.
જયારે Toll Tax મુદ્દે વાયરલ મેસેજ એક અફવા હોવાની જાણ થતા વધુ તપાસ કરતા Roads and Buildings Department વેબસાઈટ પર હાલમાં ચાલી રહેલા ટોલ ભાવ અંગે સર્ચ કરતા નીચે મુજબના હાલમાં લાગુ ટોલ ભાવ જોઈ શકાય છે. તેમજ વિભાગના વડા દ્વારા આ મુદ્દે કરવામાં આવેલ ખુલાસા અંગે પોસ્ટ સર્ચ કરતા S. B. Vasava- Secretary તેમજ Ashutosh Mistry DY.Secretary નામ જાણવા મળે છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે બનાવનાર કંપની મુદ્દે સર્ચ કરતા અહીંયા ilfsindia વેબસાઈટ પર તમામ માહિતી જોઈ શકાય છે. ILFS દ્વારા ગુજરાતના ભાગ એવા ઉત્તર દિશામાં એક મહત્વપૂર્ણ શહેર, મહેસાણાથી અમદાવાદને જોડતો 52km 4 લેન સ્ટેટ હાઇવે બનાવ્યો છે. તેમજ આ હાઇવે પરની સુવિધાઓ તેમજ તેના બાંધકામ અંગેની અન્ય માહિતી પણ વેબસાઈટ પર આપવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર આ બન્ને અધિકારીઓ ના એકાઉન્ટ પર વાયરલ પોસ્ટ અંગે તપાસ કરતા આશુતોષ મિસ્ત્રી દ્વારા રોડ અને બિલ્ડિંગ વિભાગે જાહેર કરેલ નોટિફિકેશન શેર કરતા જણાવવામાં આવ્યું કે “અગાઉ તા.12.08.2016નાં પરિપત્રથી પેસેન્જર કાર,ટુ વ્હીલર,થ્રી વ્હીલર,જીએસઆરટીસીની બસને આપેલ ટોલ મુક્તિ યથાવત રહે છે,તેમણે ટોલ ટૅક્ષ આપવાનો નથી.રિમાર્કનું કૉલમ આ બાબત દર્શાવે છે.”
Ashutosh Mistry દ્વારા વાયરલ લેટર પર આપવામાં આવેલ સ્પષ્ટતા બાદ નોટીકેશન નું ધ્યાનપૂર્વક અધ્યન કરતા પ્રમાણિત થાય છે કે 2016માં સરકાર દ્વારા જે Toll Tax મુદ્દે રાહત આપવામાં આવી હતી તે યથાવત રહેશે. જે અંગે નોટિફિકેશનના પોઇન્ટ નં -4,5માં ઉલ્લેખ કરવામાં આવેલ છે.
આ પણ વાંચો :- માસ્કના દંડ વસુલ કરવા મુદ્દે ટોળાએ Police Constable સાથે મારામારી કરી હોવાનો વિડિઓ વાયરલ
અમદાવાદ – મહેસાણા ટોલ ટેક્સ અંગે વાયરલ સમાચાર તેમજ લેટર એક ભ્રામક અફવા છે. આ મુદ્દે રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારી Ashutosh Mistry દ્વારા ફેસબુક પોસ્ટ કરતા સ્પષ્ટતા આપવામાં આવેલ છે. તેમજ જાહેર કરવામાં આવેલ નોટિફિકેશમાં પણ ટોલ ટેક્સના ભાવ અંગે નોંધ આપવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન તેમજ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન ને ભ્રામક અફવા સાથે શેર કરવામાં આવેલ છે.
Roads and Buildings Department
S. B. Vasava- Secretary
Ashutosh Mistry DY.Secretary
VTV News
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar
October 10, 2024
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
|