schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Coronavirus
ચીનમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ભારત સરકાર હરકતમાં આવી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી હતી. આ ઉપરાંત, કોરોના વાયરસના ભયને લઈને સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરવા પણ અપીલ કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર પણ કોરોના વાયરસ અંગે ફરી એક વખત અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ ક્રમમાં કોરોના વાયરસનો એક નવો જીવલેણ વેરીએન્ટ XBB ભારતમાં આવ્યો હોવાના દાવા સાથે એક મેસેજ વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક યુઝર્સ શેર કરી રહ્યા છે.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે “નવો વાયરસ COVID- Omicron XBB ડેલ્ટા વેરિઅન્ટ કરતા 5 ગણો વધુ વાયરલ છે અને તેનો મૃત્યુદર વધારે છે“. વધુમાં લખ્યું છે કે “નવા XBB વેરિઅન્ટના લક્ષણોમાં ઉધરસ અથવા તાવનો સમાવેશ થતો નથી પરંતુ મર્યાદિત સંખ્યામાં સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો અને ન્યુમોનિયા તેના લક્ષણો હશે.“
નવો વાયરસ COVID- Omicron XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે ગુગલ સર્ચ કરતા ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા 22 ડિસેમ્બરના પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. જણાવવામાં આવ્યું છે કે વાયરલ મેસેજ કેટલાક Whatsapp ગ્રુપમાં COVID19ના XBB પ્રકારને લઈને શેર થઈ રહ્યો છે. આ સંદેશ બનાવટી અને ભ્રામક છે.
ઉલ્લેખનીય છે કે XBB વેરિઅન્ટ સૌપ્રથમ 13 ઓગસ્ટ, 2022ના રોજ મળી આવ્યું હતું અને તેની ગંભીરતા અને પુનઃસંક્રમણના જોખમને લગતી માહિતી ઓક્ટોબર 2022ના WHO રિપોર્ટમાં જોવા મળે છે. અહેવાલ અનુસાર, WHOના ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપે સિંગાપોર, ભારત અને કેટલાક અન્ય દેશોના પ્રારંભિક પુરાવાઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે XBB વેરિઅન્ટને કારણે વાયરસ ફેલાવાની તીવ્રતામાં વધારો થયો હોવાના કોઈ પુરાવા નથી.
વાયરલ દાવા પર વધુ સચોટ માહિતી માટે Newschecker ટિમના પ્રશાંત શર્મા દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વાયરસ જન્ય રોગોના નિષ્ણાત ભૂતપૂર્વ ડૉ.આર.ગંગાખેડકરનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમણે પુષ્ટિ કરી કે વાયરલ મેસેજમાં કરવામાં આવેલા દાવાઓ તથ્ય પર આધારિત નથી.
“વાયરલ મેસેજમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી વિપરીત, XBB અન્ય ઓમિક્રોન વેરિઅન્ટની જેમ સમાન લક્ષણો છે. XBB વેરિઅન્ટથી અસરગ્રસ્ત લોકો તાવ, ઉધરસ અને હળવા શરીરના દુખાવાથી પીડાય છે. પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક નથી. XBB વેરિઅન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુદરની સંખ્યા પણ ઘણી ઓછી છે.
વધુમાં ઉમેરે છે કે “જ્યારે પણ કોઈપણ જિનોમ સિક્વન્સિંગ ડેટા બહાર પાડવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો તેમાંથી એક શબ્દો ઉઠાવીને સોશિયલ મીડિયા પર ભ્રામક સમાચાર દ્વારા બિનજરૂરી ભય પેદા કરે છે”
નવો વાયરસ COVID- Omicron XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજ તદ્દન ભ્રામક અને બનાવટી છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ વાયરલ મેસેજ નકલી અને બનાવટી હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે કરવામાં આવેલ છે.
Our Source
Tweet by Ministry of Health and Family Welfare, on December 22, 2022
Tweet by Information & PR, Kathua, on December 22, 2022
Press note by WHO on October 22, 2022
Conversation with Dr R Gangakhedkar, former head of epidemiology and communicable diseases at the Indian Council of Medical Research
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
January 4, 2022
Prathmesh Khunt
December 24, 2022
Prathmesh Khunt
March 13, 2021
|