schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ચૂંટણી આવતા સાથે ED અને CBI ની રેઇડના સમાચાર પણ વધુ સાંભળવા મળી રહ્યા છે, હાલમાં જ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીથી લઈને દિલ્હી નાયબ મુખમનત્રી મનીષ સીસોદીયાના ઘર પર ભ્રષ્ટાચારના આરોપમાં ED અને CBI ની રેઇડ પડી હતી. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરતના એક કાપડના વેપારીના ઘર પર EDની રેઇડમાં 2000 અને 500ની નોટનો ઢગલો લાગ્યો. વધુમાં આ વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે.
ફેસબુક અને વોટસએપ યુઝર્સ આ વિડીયો હિન્દી કેપશન સાથે શેર કરી રહ્યા છે. “સુરતના કપડાના વેપારી શેખર અગ્રવાલના ઘરે થી EDએ જપ્ત કર્યા 2000 અને 500ની નોટના ઢગલા, ગણવા માટે મશીન મંગાવ્યા, પહેલા કોંગ્રેસી હતો હવે AAP સાથે જોડાયેલ છે.” જયારે વાયરલ વીડિયોમાં એક ઘરની અંદર ભારે માત્રામાં ચલણી નોટોના બંડલ મશીન દ્વારા ગણાય રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી નજીક આવતા હાલમાં આમ આદમી પાર્ટીના ગુજરાત કાર્યાલય ખાતે કથિત રીતે નવરંગપુરા પોલીસ દ્વારા રેઇડ પાડવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જો.કે અમદવાદ પોલીસ દ્વારા ટ્વીટર મારફતે જાણ કરવામાં આવી હતી કે પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારે કોઈપણ રેઇડ કંડક્ટ કરવામાં આવેલ નથી.
સુરતના એક કાપડના વેપારીના ઘર પર EDની રેઇડમાં 2000 અને 500ની નોટનો ઢગલો લાગ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ વેબસાઈટ ndtv અને timesofindia દ્વારા 11 સપ્ટેમ્બર 2022ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, ED દ્વારા સર્ચ ઓપરેશનમાં કોલકાતાના એક બિઝનેસમેનના ઘર માંથી ₹17 કરોડથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. મની લોન્ડરિંગ વિરોધી એજન્સીએ કોલકાતામાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં એક ગાર્ડન રીચ વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં ED વસૂલ કરાયેલી રકમની ગણતરી કરવા માટે ગણતરી મશીનો લાવવા પડ્યા હતા.
આ મુદ્દે વધુ તપાસ કરતા, યૂટ્યૂબ પર ન્યુઝ ચેનલ Oneindia અને CNN-News18 દ્વારા 11 સપ્ટેમ્બરના પોસ્ટ કરવામાં સમાન વિડીયો જોઈ શકાય છે. અહીંયા મળતી માહિતી અનુસાર, મોબાઈલ ગેમિંગ એપ્લિકેશનને લગતી તપાસના સંદર્ભમાં ED એ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) 2002ના હેઠળ કોલકાતામાં અલગ-અલગ છ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં એક જગ્યાએ 18 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત ટ્વીટર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર પણ કોલકતામાં 6 જગ્યાએ કરવામાં આવેલ રેઇડ અંગે જાણકારી પોસ્ટ કરવામાં આવેલ છે. ED દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ એક ગેમિંગ એપ્લિકેશનના સંદર્ભમાં હાથ ધરવામાં આવેલ રેઇડમાં 17.32 કરોડની રોકડ જપ્ત કરવામાં આવેલ છે.
સુરતના એક કાપડના વેપારીના ઘર પર EDની રેઇડમાં 2000 અને 500ની નોટનો ઢગલો લાગ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ખરેખર 11 સપ્ટેમ્બરના કોલકતા ખાતે ED દ્વારા પાડવામાં આવેલ રેઇડ છે. સોશ્યલ મીડિયા પોસ્ટમાં શેખર અગ્રવાલ નામનો વ્યક્તિ કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે અને તેમના ઘરેથી કરોડો રૂપિયા જપ્ત થયા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
Our Source
Media Reports of ndtv And timesofindia, 11 SEP 2022
YouTube Video of Oneindia And CNN-News1, 11 SEP 2022
Tweet By Enforcement Directorate, 12 SEP 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Vasudha Beri
July 11, 2024
Dipalkumar
January 8, 2025
|